સુરતના કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ રોમિયોના ટેલિફોનિક ત્રાસથી કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા 8 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતા પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. લગ્નના અઢી વર્ષમાં દોઢ વર્ષથી યુવક ફોન ઉપર વાત કરવા દબાણ કરતો હોવાનું અને ગંદી ગાળો આપતો હોવાના ઓડિયો ક્લીપ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પરિવારે કહ્યું હતું કે અમને ન્યાય આપો, સમાજમાં દીકરીઓને બચાવવા કડક પગલાં લેવા જોઈએ.
હાર્દિક નાકરાણી (મૃતક ધારાનો ભાઈ) એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 12 ફેબ્રુઆરીની છે. બહેનનું પરિવાર કામ પર હતું. પાડોશીઓએ માહિતી આપી કે તમારા ઘરમાં આગ લાગી છે. દોડીને આવતા ધારા કેરોસીન છાંટી સળગી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ધારાનું 20 ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. ધારાના લગ્નને અઢી વર્ષ જ થયા હતા.
મોત પહેલાં તમામ હકીકત જણાવી
રોહિત મનસુખભાઇ રાદડિયા (પીડિત પતિ) એ કહ્યું હતું કે પત્નીને જયદીપ સરવૈયા નામનો યુવક ફોન પર હેરાન કરતો હતો. પત્નીના ફોનમાંથી જયદીપની હેરાનગતિની તમામ ઓડિયો ક્લિપ સાંભળી છે. બસ તું મારી સાથે વાત કર, મને ફોન કર કહી ગંદી ગાળો આપતો હતો. સારવાર દરમિયાન ધારાએ પણ પોતાના અંતિમ નિવેદનમાં બધી જ હકીકત જણાવી છે. અમને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખીએ છીએ, કામરેજ પોલીસ હાલ તપાસ કરી રહી છે.
સુરતમાં વધુ એક ગ્રીષ્માએ એકતરફા પ્રેમીથી કંટાળી કેરોસીન છાંટીને કર્યો આપઘાતનો પ્રયાસ- દીકરીની આપવીતી જાણીને હૈયું ચીરાય જશે pic.twitter.com/7n5Xe3hAs1
— Trishul News (@TrishulNews) February 21, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!