ઉઘરાણી વાળના ત્રાસથી કંટાળીને વધુ એક યુવાને કર્યો આપઘાત, જુઓ લોનઆપનારે કર્યો એવો કાંડ કે યુવાને મારી મોતની છલાંગ

ટોપ ન્યૂઝ સુરત

શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન લોન આપતી કંપનીના સાયબર બુલિંગનો શિકાર બનેલા DGVCL કંપનીના કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું. સુરતના ઓનલાઇન રિકવરીના નામે એક યુવકને એટલો બધો ત્રાસ આપવામાં આવ્યો હતો કે આ યુવકે મોતને મીઠુ કર્યું હતું. હાલ તો આ કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે.

લોનના નામે લાખો રૂપિયા ચુકવ્યા બાદ પણ ઉઘરાણી માટે સતત ધમકીઓ આવી રહી હતી. વિવેકના મોબાઇલમાંથી કોન્ટેક્ટ નંબર મેળવીને સંબંધિઓને વિવેક બળાત્કારી હોવાના મેસેજ કરવામાં આવતા હતા. સાયબર ફ્રોડનો શિકાર બનેલો વિવેક સતત તાણમાં રહેતો હતો. આખરે કંટાળીને તેણે મોતને મીઠુ કર્યું હતું. જો કે હાલ તો સમગ્ર કેસમાં અમરોલી પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે. લોન આપનારી કંપની દ્વારા વિવેક વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ધમકી અને બદનામી થાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર, આપઘાત કરનાર 30 વર્ષીય વિવેક સુરેશ શર્મા સુરતના જલારામ નગર ખાતે રહેતા DGVCLમાં લાઈન આસિસ્ટન્ટ હતો. થોડા દિવસ પહેલાં જ તેમનું મેલ હેક થઈ ગયું હતું. તેમણે ઓનલાઈન લોન લીધી ન હોવા છતા લોન ભરવા માટે ધમકી ભર્યા મેસેજ આવવા માંડ્યા હતા. એટલું જ નહીં તેના પ્રોફાઈલ ફોટા પર રેપીસ્ટ લખી ધમકીઓ મળી હતી. સાઈબર હેકરોએ તેના કોન્ટેક્ટ્સ પણ હેક કરી સગા સંબંધીઓને પણ મેસેજ મોકલતા સંબંધીઓના ફોન આવવા માંડ્યા હતા.

તેથી આ યુવકે સમાજમાં બદનામી થશે એવું વિચારી પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી વિવેક શર્માએ 9મી એપ્રિલે મોડી રાત્રે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિવેકને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા બુધવારે રાત્રે સારવાર દરમિયાન તનું મૃત્યુ થયું હતું. અમરોલી પોલીસે આ ઘટના વિશે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સાઈબર ક્રાઈમ પોલીસે પણ પરિવારની પુછપરછ હાથ ધરી છે.

સાઈબર હેકરોએ વિવેકનો પ્રોફાઈલ ફોટો પણ સેવ કરી લીધો હતો અને તેની ઉપર એડીટીંગ કરી રેપીસ્ટ લખીને તેમને મોકલ્યો હતો અને બદનામ કરવાની તેમજ બાળકીના રેપ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. તેથી સમાજમાં બદનામીના ડરને કારણે તેણે આ પગલું ભર્યું હતું. આવું વિવેક શર્માના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.