બાપને નીચું જોવા જેવું કર્યુ આ છોકરીએ / સગીર દીકરીના લફરાથી કંટાળ્યા પિતા, એક-બે નહિ 6 બોયફ્રેન્ડ સાથે ફરતી હતી, જુઓ પછી પિતાએ જે કર્યુ એ જાણીને તમે હેરાન થઇ જશો

ગુજરાત

આજના સમયમાં આડા રસ્તા પર જઈ રહેલા ટીનેજર્સને અટકાવવા બહુ જ જરૂરી બન્યુ છે. હાલ નજર હટી તો દુર્ઘટના ઘટી જેવા ઘાટ સર્જાઈ રહ્યાં છે. ટીનેજર્સના આડા રસ્તે જવાના કિસ્સા સાંભળીને માતાપિતાનું મગજ ચકરાઈ જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. પોતાના મોજશોખ પૂરા કરવા માટે અમદાવાદની એક સગીરાએ પાંચ-છ બોયફ્રેન્ડ બનાવ્યા હતા. દીકરીની આ લત છોડાવવા માટે પિતાએ 181 અભયમની ટીમની મદદ લીધી હતી.

અમદાવાદમાં પિતા અને દાદીની સાથે રહેતી સગીરા ખરાબ રવાડે ચઢી ગઈ હતી. આ વિશે અભયમની ટીમે જણાવ્યું કે, અમારી ટીમને સગીરાના પિતાએ સંપર્ક કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, તેમની 15 વર્ષની દીકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને ભાગી ગઈ હતી. તેથી પિતા અને દાદીએ જ તેને ઉછેરી હતી. પિતાની આવક ખૂબ જ ટૂંકી હોવાથી તેઓ સગીરાના બધા શોખ પૂરા કરી શકે તેમ ન હતા.

દીકરીના સારા ઉછેર માટે તેમણે બીજા લગ્ન પણ કર્યાન હતા. પરંતુ તેમની દીકરી મોજશોખના રવાડે ચઢી ગઈ હતી. તેણે પિતા પાસેથી રૂપિયા માંગવાની શરૂઆત કરી હતી. પરંતુ પિતા તેની ઈચ્છા પૂરી કરી શકે તેટલા સક્ષમ ન હતા. આ કારણે દીકરીએ બોયફ્રેન્ડ રાખીને પોતાના મોજશોખ પૂરા કરવાનું નક્કી કર્યુ.

પિતાએ કહ્યું કે, તેમની દીકરીએ મોજશોખ માટે એક નહિ, પણ પાંચ-છ બોયફ્રેન્ડ રાખ્યા હતા. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે દાદીને કહ્યુ હતું કે, તે પોતાના રાતી કમાવીને રૂપિયા ખર્ચશે. આ માટે તેણે સેનેટરી નેપકીન વેચવાનો બિઝનેસ શરૂ કર્યાનું કહ્યુ હતું. પરંતુ કમાણીના બહાને તે બોયફ્રેન્ડ પાસેથી રૂપિયા લેતી હતી. બોયફ્રેન્ડ સાથે ફર્યા કરતી સગીરાએ મોડા ઘરે આવવાનુ શરૂ કર્યુ હતું. જેથી દાદીએ તેને ઠપકો પણ આપ્યો હતો. જેથી તેણે દાદી સાથે પણ મા-રઝૂડ શરૂ કરી હતી.

આ વાતની જાણ થતા જ પિતાએ અભયમ ટીમનો સંપર્ક સાધ્યો હતો. ત્યારે અભયમની ટીમે સગીરાનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. જોકે, બાદમાં સગીરાએ પોતાની ભૂલ સ્વીકારીને સીધા રસ્તે ચાલવાનુ નક્કી કર્યુ હતું.

15 વર્ષની દીકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને ભાગી ગઈ હતી. તેથી પિતા અને દાદીએ જ તેને ઉછેરી હતી. પિતાની આવક ખૂબ જ ટૂંકી હોવાથી તેઓ સગીરાના બધા શોખ પૂરા કરી શકે તેમ ન હતા. દીકરીના સારા ઉછેર માટે તેમણે બીજા લગ્ન પણ કર્યાન હતા. પરંતુ તેમની દીકરી મોજશોખના રવાડે ચઢી ગઈ હતી. તેણે પિતા પાસેથી રૂપિયા માંગવાની શરૂઆત કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.