હવે આજ જોવાનું બાકી હતું / અમદાવાદમા ભીખ માંગવા માટે પણ હપ્તો ઉઘરાવાય છે, હપ્તો આપવાની ના પડી તો ધારદાર હથિયાર વડે કરી એવી હાલત કે જાણીને ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ ગુજરાત

અમદાવાદમાં પોલીસની તપાસમાં હપ્તા નેટવર્ક ખુલ્યું, ભીખારીઓએ ભીખ માંગવા પણ આપવો પડતો હતો હપ્તો

દાણીલીમડામાં ભીખ માંગવા માટેના હપ્તાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે હપ્તો માગનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ભિખારી પર છરીથી હુમલો કરતા સમગ્ર હપ્તાકાંડ બહાર આવ્યું હતું.

દરરોજ રૂ 200નો હપ્તો આપો તો જ ફૂટપાથ પર ભીખ માંગી શકો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ શખ્સ સૌક્તઅલી અન્સારી છે.મિલતનગરમાં રહેતા આ કુખ્યાત આરોપીથી ભિખારીઓમાં દહેશત છે.કારણ કે ભીખ માંગવી હોય તો આરોપીને હપ્તો ચૂકવો પડશે. દરરોજ રૂ 200નો હપ્તો આપશો તો જ ફૂટપાથ પર ભીખ માંગી શકાય.

અજય રાઠોડ નામના ભીખારીએ રૂ 200ની ખડણી આપવાનો ઇનકાર કરતા આરોપી સૌક્તઅલીએ પોતાનો ખોફ બતાવવા ભિખારી પર છરીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ભિખારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અને ત્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરતા હપ્તારાજનો ભાંડો ફૂટ્યો હતો.

ભિખારીમાં છે આ કુખ્યાત આરોપીનો ખૌફ
આરોપી સૌક્તઅલી અન્સારી મિલલતનગરનો રહેવાસી છે.પૈસા માટે આરોપીએ ભિખારીઓને ટાર્ગેટ કર્યા છે. ઇસનપુર, દાણીલીમડા, નારોલ અને શાહઆલમ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ભિખારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું.ફૂટપાથ રહેવા અને ભીખ માંગવા માટે આરોપીને રૂ 200નો હપ્તો દરરોજ ભિખારીએ આપવાનો હોય છે.

છેલ્લા 3 માસથી આરોપી ભિખારીઓ પાસેથી ખડણી ઉઘરાવતા હતા.ભિખારીઓએ દિવસ દરમ્યાન માગેલી ભીખમાંથી જો 200ની ખડણી નહિ ચૂકવે તો આરોપી છરીથી હુમલો પણ કરી દેતો હતો.આ પ્રકારે આરોપીએ અનેક ભિખારીઓ ડરાવીને ધમકાવીને પૈસા પડાવતો હતો.

આરોપીની સધન પૂછપરછ હાથ ધરાઇ
હાલમાં દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીએ કેટલા ભિખારીઓ પાસેથી હપ્તો લેતો હતો.અને તેની ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.