‘ગ્રીષ્મા’ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો / વિડિઓ ડીલીટ કરવા માટે અને હત્યારા ફેનિલને સાથ દેનારો નીકળ્યો આ પાટીદાર સમાજનો આગેવાન, જુઓ નામ આવતા થયો રફુચક્કર, પોલીસ કરશે હવે આ કામ

ટોપ ન્યૂઝ સુરત

12 ફેબ્રુઆરી એ સુરત કામરેજ વિસ્તાર ના પાસોદરા માં બનેલ ઘટના બાદ તેની સર્ચા આખા ગુજરાતમાં થઇ રહી છે ત્યારે તે કેસ વિશે દિવસે ને દિવસે અનેક નવા ખુલાશા સામે આવી રહ્યા છે ત્યારે અમે આજે તમને આવા એક ખુલાશા વિશે આ પોસ્ટ માં વાત કરવાના છીએ.સુરતના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસનો મામલે આજે આરોપી ફેનિલના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. આ અગાઉ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતાં. ત્યારે આજે પોલીસ કોર્ટમાં પોલીસ વધુ રિમાન્ડની કરી શકે છે માંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગાંધીનગર ખાતે FSLમાં કરાવાઇ હતી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરવામાં આવી હતી. આમ આવતાં અઠવાડીયા સુધીમાં ચાર્જશીટ ફાઇલ થઇ શકે છે

કહેવાય છે કે પ્રેમ એક લાગણી છે અને લાગણીઓ પર કોઈનું દબાણ હોતું નથી બની શકે કે તમને જેના માટે લાગણી હોય એ વ્યક્તિને તમારા માટે પ્રેમની લાગણી ન હોય આમ જોવા જઈએ તો આ સાવ સામાન્ય અને સ્વીકારી લેવા જેવી વાત છે પરંતુ આજના યુગમાં આ વાતને સ્વીકારવાને બદલે એક તરફી પ્રેમમાં લોકો એકબીજાનો જીવ લેતા અને જીવન બરબાદ કરતાં થઈ ગયા છે.

હાલમાં જ સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે એ તો તમે જાણતા જ હશો સુરતના પાસોદ્રા વિસ્તારમાં રહેતા અને કોલેજમાં સાથે અભ્યાસ કરતા ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી.

એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું જે બાદ ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજ્યું હતું.

આ કેસમાં જ્યાં એક તરફ લોકો સોશ્યલ મીડિયા પર મૃતક યુવતી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ આરોપીની ધરપકડ બાદ આ હત્યાને લઈને અનેક ખુલાસા સામે આવી રહ્યા છે હાલમાં જ મૃતક યુવતીના પરિવારે મીડિયાને જણાવ્યું હતું કે આરોપી યુવક ન માત્ર તેને હેરાન કરતો હતો પરંતુ તેની પાસે ૫૦ હજાર રૂપિયાની માંગ પણ કરતો હતો.

જે બાદ હાલમાં જ આ કેસ અંગે વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે હાલમાં સામે આવેલી ખબર અનુસાર આ હત્યા કેસમાં આરોપી ફેનિલ સાથે બીજા ત્રણ યુવાનો પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ આ ત્રણ યુવાનોમાં એક નામાંકિત પાટિદાર યુવા આગેવાન હોવાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે ગ્રીષ્માના પિતાએ આ આગેવાનનું નામ જણાવી પોલીસને વધુ માહિતી પણ આપી છે ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે યુવા આગેવાન આ હત્યા વિશે પહેલેથી જ જાણતો હતો અને તે પોતાની સાથે બે યુવાનોને લઈને હત્યા કરવાની જગ્યા પર પણ આવ્યો હતો.

એટલું જ નહિ હત્યા સમયે લોકો દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં પણ આ યુવા આગેવાન દેખાઈ રહ્યો હતો જેને કારણે તેને લોકો પાસેથી મોબાઈલ લઈને વિડિયો ડીલીટ કરવા કહ્યું હતું જો કે પોલીસે આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે પાટીદાર યુવાનનું નામ તેમની પાસે છે અને હવે તે આ ત્રણ લોકોની પણ પૂછપરછ કરશે.

13 ફેબ્રુઆરીએ બનેલા આ બનાવ પર નજર કરીએ તો છેલ્લા ઘણા દિવસથી હત્યારો ફેનિલ યુવતી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.આજે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો.યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. ઘણા લોકો હતા પણ ડરના માર્યા દૂર ઊભા રહી તમાશો જોતાં રહ્યા હતા. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *