અંધશ્રદ્ધામાં આંધળા / જુઓ રાજકોટમાં પત્ની સાથેના આડાસંબંધો પારખવા યુવક સાથે એવું કરવામાં આવ્યું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવકના હાથ ઉકળતા તેલમાં બોળાવતા ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પત્ની સાથે આડા સંબંધની આશંકાએ યુવકના હાથ ઉકળતા તેલમાં બોળાવ્યા હતા. આ કિસ્સામાં પોલીસે મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મજૂરી કામ ક૨તા વિક્રમ બાવનજીભાઈ જાદવ નામનો યુવક સવારે નવેક વાગ્યે પોતાના ઘ૨ પાસે હતો ત્યારે દેવરાજ ડાભી, ભાનુબેન મકવાણા, ભાવેશ મકવાણા તથા અજાણ્યા માણસો વાહનમાં બેસાડી વડલી ચોક પાસે આવેલા દેવરાજના ચામુંડ માતાજીના મઢે લઈ જઈ ગ૨મ તેલના તાવડામાં હાથ નખાવી ઢીકાપાટુનો મા૨મા૨તા યુવક ભાગી છુટયો હતો. હાથમાં દાઝી જવાથી સા૨વા૨ માટે પ્રથમ જેતપુ૨ બાદ ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતાં સ્ટાફે જેતપુ૨ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકનું નિવેદન નોંધી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

યુવકના પરિવારજનોના કહેવા મુજબ પીડિત વિક્રમ બે દિ પહેલા દેવરાજના ઘ૨ નજીક ઉભો હતો. દેવરાજને વિક્રમ પર શંકા ગઈ કે તેની પત્ની અને વિક્રમ વચ્ચે પ્રેમ સંબંધ છે. તેથી ગઈકાલે સવારે વિક્રમને વાહનમાં બેસાડી વડલી ચોક ખાતે દેવરાજના માતાજીનો મઢ લઈ જઈ કહ્યું કે જો તારે મારી પત્ની સાથે કઈં નહીં હોય તો તને કઈં નહીં થાય અને જો હશે તો દાઝી જઈશ. પછી ભાનુબેન મકવાણા, ભાવેશ મકવાણા સહિતનાએ વિક્રમને પકડયો અને બળજબરી પૂર્વક તેના હાથ ગ૨મ તેલના તાવડામાં નખાવતા દાઝી ગયો. તેથી વિક્રમને દેવરાજની પત્ની સાથે સબધં હોવાનું કહી મા૨માર્યેા હતો.પીડિતને હોસ્પિટલમાં સા૨વા૨ માટે ખસેડયો હતો. બનાવના પગલે જેતપુ૨ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.