જાણો આજ સુધી કેમ કોઈ આ કરોડોના ખજાનાને કાઢવાની હિંમત કરી શક્યું નથી, જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

ધર્મ

તમે અનેકવાર ખજાનાઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. અનેકવાર આ ખજાનાઓ ધરતીના પેટાળમાં હોય છે તો ઘણીવાર આ ખજાનાઓ સમુદ્રના ઉંડાણમાં આવેલા હોય છે. દુનિયાભરમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાના ખજાનાઓ છૂપાયેલા છે. એવામાં કેટલાક ખજાનાઓ એવા છે જેના અંગે આપણી પાસે કોઇ માહિતી નથી.

જ્યારે કેટલાક ખજાનાઓ એવા છે જેમના અંગે આપણને માહિતી છે પરંતુ આપણે ઇચ્છવા છતાં એ ખજાનાને કાઢી શકતા નથી. એવો જ એક ખજાનો છૂપાયેલો છે હિમાચલપ્રદેશના એક સરોવરમાં.

કહેવામાં આવે છે કે મંડીથી લગભગ 60 કિલોમીટર દૂર રોહાંડાના ગાઢ જંગલોમાં સ્થિત કમરૂનાગ સરોવરમાં અબજો રૂપિયાનો ખજાનો છૂપાયેલો છે પરંતુ આજ સુધી કોઇ એ ખજાનાને કાઢવાની હિંમત કરી શક્યો નથી. એનું કારણ ખૂબ ચોંકાવનારું છે.

વાસ્તવમાં અહી એક ખૂબ પ્રસિદ્ધ મંદિર છે અને આ મંદિર પાસે કમરૂનાગ સરોવર આવેલું છે. કહેવામાં આવે છે કે જે પણ ભક્ત મંદિરમાં દર્શન કરવા આવે છે તે આ સરોવરમાં સોના-ચાંદીના ઘરેણા અને રૂપિયા નાખે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે.

આ પરંપરાના આધાર પર એ માનવામાં આવે છે કે આ સરોવરમાં અબજો રૂપિયાનો ખજાનો છે. આ સરોવરમાં પડેતો ખજાનો દેવતાઓનો છે. માન્યતાઓ અનુસાર, આ સરોવરની દેખરેખ એક મોટો ખતરનાક નાગ કરે છે જે પણ આ ખજાનાને કાઢવાનો પ્રયાસ કરે છે તેને આ નાગ મારી નાખે છે.

આ કારણ છે કે આજ સુધી કોઇએ ખજાનાને લેવાની હિંમત કરી નથી. આ સરોવરમાં છૂપાયેલો ખજાના અંગે એવી માન્યતા છે કે આ સરોવર સીધું પાતાળ સુધી જાય છે અને એટલા માટે કોઇ પણ આ સરોવરમાં ઉતરવાની હિંમત કરતું નથી. લોકો અહી આવીને આશીર્વાદ માંગે છે અને ભગવાન તેમની તમામ ઇચ્છાઓ પુરી કરી દે છે તો ફરી આવીને અહી સોના અને ચાંદીના ઘરેણા ચઢાવે છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.