‘માહી’ ને જોવા ચાહકોની પડાપડી / સુરતમાં કેપ્ટન ફૂલની એક ઝલક મેળવવા ચાહકોના ટોળા ઉમટ્યા, જુઓ ધોનીએ સામે ચાહકોને કેવું રિએક્શન આપ્યું : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

સુરતના ક્રિકેટ રસિયાઓ કેપ્ટન કૂલના આગમનથી જબરજસ્ત રોમાંચિત થયેલા જોવા મળી રહ્યા છે. સાંજના સમયે ધોનીની એક ઝલક જોવા માટે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હોટલની બહાર નીકળતા અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશતા દરમિયાન ક્રિકેટ ચાહકો ધોનીની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.

ધોનીની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. લોકોના દિલમાં તેનું અલગ જ સ્થાન છે. ક્રિકેટના રસિકો માટે ધોનીને જોવો એક અવિસ્મરણીય ક્ષણ જેવી બની ગઈ છે. યુવાનો ધોનીને જોવા માટે કલાકો સુધી ઊભા રહીને તેની રાહ જોઈ રહ્યા છે.IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે લીગમાં 8ના બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો સમાવેશ થાય છે. ત્યારે હાલ ધોની તેની ટીમ સાથે સુરતમાં નેટ પ્રક્ટિસ કરે છે. લોકોના પ્રેમને જોઈને ધોની પણ ચાહકોનું અભિવાદન કરતો જોવા મળે છે.

કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ જાણે સુરતની મહેમાનગતિ માણી રહ્યા હોય તે પ્રકારના તેના ચહેરા ઉપર ના હાવભાવ દેખાઈ રહ્યા છે. ધોની પણ ક્રિકેટ રસિયાઓ અને સતત અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની જાણે સુરતના પ્રેક્ટિસ સ્ટેશનને પણ એન્જોય કરતો હોય તેવું લાગી રહ્યું છે. ચેન્નઈ સુપર કિંગનો ડ્રેસ પહેરીને મેદાન ઉપર જતાની સાથે જ ક્રિકેટ રસિયાઓ તેની પાછળ જાણે ઘેલા બની ગયા હતા. મહેન્દ્રસિંહ ધોની જે બસમાં આવે છે તેની આસપાસ પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્રીત થઈને તેને જોતા રહે છે. ધોની પણ જ્યાં સુધી પોતાની નજર જાય ત્યાં સુધી સુરતના ક્રિકેટ રસીયાઓને જોઈને ખુશખુશાલ થઈ જાય છે.

બાયો બબલમાં રહીને પ્રેક્ટિસ
ટીમના મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતના 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર , બેટીંગ અને બોલીગ કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ ડુમસ રોડની એક ખાનગી હોટલમાં રોકાણ કર્યું છે. સુરત પ્રવાસ દરમ્યાન તેઓ બાયોબબલમાં જ રહીને પ્રેકટીસ કરી રહ્યા છે.જોકે ચેન્નઈ ટીમના રવિન્દ્ર જાડેજા હાલ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના ઉપર એકપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં હવે મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

હોટેલ લે મેરિડિયનથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ વચ્ચે 4 કિલોમીટરનું અંતર છે. રવિન્દ્ર જાડેજા અને જય શાહના મતે લાલ માટીની પીચ હોવાથી અનુકૂળતા મળે તે માટે સુરતમાં નેટ પ્રેકટિસ માટે પસંદ કરાયું, ચેન્નાઇની ટીમ સુરતમાં 22 તારીખ સુધી રોકાશે, બસમાં જ બાયો બબલમાં મુંબઈ જાવા રવાના થશે. સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં હોવાથી 17 માર્ચના રોજ સુરત આવીને પ્રેકટિસમાં જોડાશે

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

ચેન્નાઇની ટીમે સુરતમાં પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે, જેના લઈને સુરત વાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના આંગણે આવેલા ચેન્નાઇ સુપર કિંગ્સને જોઈને ક્રિકેટ રસિયાઓ પણ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ધોનીની ઘણી ઝલકના વીડિયો પણ સામે આવ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

હાલમાં જ સામે આવેલા વીડિયોની અંદર ધોની હોટલમાંથી બહાર નીકળી અને ચાહકોનું અભિવાદન ઝીલતો બસમાં બેસીને સ્ટેડિયમ તરફ રવાના થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ધોનીએ પ્રેક્ટિસ માટેનો ચેન્નાઇ સુપર કિંગ્સનો ડ્રેસ પહેર્યો હતો, અને તેના હાથમાં બેગ પણ જોવા મળી હતી, સાથે જ તેને ચાહકોને જોઈને હાથ પણ હલાવ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Surat – Diamond city ❤️🇮🇳 (@surat.updates)

આ પહેલા પણ મહી જયારે સુરતમાં આવી પહોંચ્યો હતો ત્યારની પણ તેની એક ઝલકનો વીડિયો અને તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી, ત્યારે ધોની કારમાંથી ઉતરી અને જતો જોવા મળ્યો હતો. ત્યારે હવે ક્રિકેટ રસિયાઓ IPLની રાહ જોઈ રહ્યા છે, અને સુરતમાં પ્રેક્ટિસ દરમિયાન ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ રહે ત્યાં સુધી તેમની એક ઝલક જોવા માટે પણ આતુર થઇ રહ્યા છે. ધોનીની પલટન સુરતના ડુમસ રોડ પર આવેલ લે મેરીડિયન હોટેલ પર રોકાઈ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝐈 𝐥𝐨𝐯𝐞 𝐒𝐮𝐫𝐚𝐭 ❤️ (@kemchhosurat)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.