માદરે વતન / મુંબઈથી ફરી પોતાને વતન જવા માટે અફરાતફરી, એટલી બધી સંખ્યામાં મજૂરો સ્ટેશને ભેગા થયા કે જુઓ પોલીસે કરી દંડાવાળી, જુઓ મજૂરોએ શું કારણ આપ્યું

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કોરાનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉન પછી કામ-ધંધા ઠપ થયા પછીથી મોટા શહેરોમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની તસ્વીરો આપણે બધાએ જોઈ છે. મહામારીની ત્રીજી લહેરમાં એક વખત ફરી આવો નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભેગા થયા છે. બધાની કોશિશ એવી છે કે કઈ રીતે લોકડાઉન જાહેર થતા પહેલા ઘરે પહોંચી જવાય.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. એવામાં સંપૂર્ણ લોકડાઉનની ચર્ચાથી પ્રવાસીઓ અને ખાસ કરીને મજૂરોમાં ખૂબ જ ડર છે. ગુરુવાર રાતથી જ મુંબઈના લોકમાન્ય તિલક સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ ઉમટવા લાગી હતી. ત્રીજી લહેરમાં ઘરે જવા માટે કેવી ઉતાવળ કરી રહ્યાં છે લોકો, એ જાણવા માટે ભાસ્કરનો રિપોર્ટર ગુરુવારના રાતના 9 વાગ્યાથી શુક્રવારના સવારના 9 વાગ્યા સુધી તેમની સાથે રહ્યો હતો. વાંચો આ 12 કલાકનો રિપોર્ટ…

લોકડાઉનના ડરથી રાત પડતા પહેલા જ સ્ટેશન પર પહોંચ્યા લોકો
મુંબઈના કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનલથી જ ઉત્તરપ્રદેશ અને બિહાર જતી મોટાભાગની ટ્રેન ઉપડે છે. મુંબઈના પ્રવાસીઓમાં મોટી સંખ્યા આ જ વિસ્તારના લોકોની છે. એવામાં લોકમાન્ય ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી જ ભીડ વધવા લાગી હતી. તેમાં મોટાભાગના મજૂર વર્ગન લોકો હતા, જે શુક્રવાર સવારની ટ્રેન માટે લોકડાઉનના ડરથી મોડીરાતે જ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે જો તે રોકાયા તો ભૂખમરાનો સામનો કરવો પડશે. એવામાં અહીં રોકાઈને શું કરશે.

માથે સામાન મૂકીને સ્ટેશન પર પહોંચ્યા લોકો
અમે ગુરુવારે રાતે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી લોકમાન્ય તિલક સ્ટેશન પર રહ્યાં હતા. રાતથી ભીડ વધવાનો સીલસીલો શરૂ થયો છે, જે સવારે પણ ચાલુ છે. ધીરેધીરે રાતે ભીડ વધવા લાગી. માથા પર બેગ, એટેચી, ડોલ લઈને મજૂર લોકો લોકોમાન્ય તિલક ટર્મિનલ પર પહોંચવા લાગ્યા. મોટાભાગની ટ્રેન સવારે 5.25 વાગ્યા કે તે પછીની હતી. જોકે લોકો લોકડાઉનના ડરના કારણે રાતે જ સ્ટેશને પહોંચી ગયા હતા.

સ્ટેશને પહોંચ્યા તો પોલીસે અંદર જતા અટકાવ્યા
સ્ટેશનની અંદર જવા લાગ્યા તો પોલીસે અંદર ન જવા દીધા. પોલીસે તેમને ડંડા બતાવ્યા અને કહ્યું જો જવું જ હતું તો શાં માટે બિહાર-UPથી આવી જાવ છો. બિચારા લાચાર મજૂર સ્ટેશનની સામે બેસી ગયા. ટ્રેન સવારની હતી. રાતે પહોંચ્યા તો ચિંતા ટિકિટની હતી. ટિકિટ કોઈની પાસે નથી. બધાએ પ્લાન બનાવ્યો કે જનરલ ડબ્બામાં ચઢી જઈએ. TC આવશે તો ચલણ ફડાવી લઈશું. આ વાત નક્કી કરીને મજૂર પ્લેટફોર્મ તરફ વધ્યા હતા.

સ્ટેશનની બહાર ભૂખ્યા-તરસ્યાં રહીને રાત પસાર કરી
જેમ-જેમ રાત પસાર થતી ગઈ લોકમાન્ય તિલક સ્ટેશનની બહાર UP-બિહારના ઘણા બધા લોકોની ભીડ થવા લાગી હતી. ભૂખ્યા અને તરસ્યાં બધા એ જ ચિંતામાં હતા કે કઈ રીતે ઘરે પહોંચી શકાય. કોઈ આડું પડ્યું હતું, તો કોઈ બેઠું હતું. બધાની વાતો, ચહેરા અને આંખોમાં એક જ સવાલ હતો કે ઘરે ક્યારે પહોંચીશું? આ સમયે મોટાભાગના મજૂરોની પાસે ટિકિટ કે ખાવાનું નહોતું.

સુરક્ષા માટે તહેનાત કરાયેલી પોલીસ લોકોને ડંડા શાં માટે મારે છે
સ્ટેશનની બહાર ઉભેલા દરેક વ્યક્તિને ટિકિટ અને ટ્રેનની ચિંતા હતી. તેમને સ્થિતિ વિશે સમજાવનાર કોઈ નહોતું. પોલીસની પાસે જાય તો તેમને ડંડા ખાવા પડે છે. પ્રવાસી મજૂરો એ વાતને લઈને હેરાન છે કે લોકોની સુરક્ષા માટે જવાબદાર પોલીસ અંતે લોકોને ડંડા શાં માટે મારી રહી છે. સ્ટેશન પર પણ એ જ જાહેરત થઈ રહી છે કે ટિકિટ ન ધરાવતા લોકો પરત આવી જાય.

બધાને એક જ ચિંતા- લોકડાઉનમાં ન ફસાઈ જવાય
ભૂખ્યા અને તરસ્યાં લોકોના ચહેરા પર એક જ વાતની ચિંતા દેખાઈ હતી. લોકોડાઉનમાં ન ફસાવાય અને આરામથી ઘરે પહોંચી જવાય. કોઈ આરામ કરતુ હતું તો કોઈ જાગતું હતું. કેટલાક ડરના કારણે જાગતા હતા, જેથી કોઈ સામાન ન લઈ જવાય. અહીં કેટલાક આરામ કરી રહેલા લોકોને પોલીસે જઈને ડંડા માર્યા હતા અને કહ્યું હતું ઉઠો આ તમારું ઘર નથી. તે પછીથી બધા ડરના કારણે જાગતા જ રહ્યાં હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.