અરરર / નિર્દયી આર્મી જવાને પોતાની 10 મહિનાની દીકરીને જમીન પર પટકાવી પટકાવી ને મોતને ઘાટ ઉતારી, કારણ જાણીને તમારા રુવાડા બેઠા થઇ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

એક પિતાએ પોતાની 10 મહિનાની માસૂમ દીકરીને જમીન પર પટકી પટકીને મારી નાખી. આ વાત સાંભળીને આસપાસના લોકો પણ આઘાતમાં છે. પત્ની સાથેના ઝઘડામાં સૈનિક પિતાએ દીકરીને મારી નાખી હોવાનું સામે આવ્યું છે. જોકે, લોકોના મનમાં તો એક જ સવાલ છે કે આખરે તે માસૂમ બાળકીનો શું વાંક હતો.

આ ઘટના પંજાબની છે. આરોપી પિતા સૈનિક છે. હાલમાં તે અંબાલામાં છે. હત્યાકાંડમાં આરોપીના માતા-પિતાનું નામ પણ સામેલ છે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ કર્યો છે. મુખ્ય આરોપી એટલે કે બાળકીનો પિતા ફરાર છે જ્યારે પોલીસે આરોપીના પિતાને પકડી લેવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, અંબાલા કેન્ટમાં તૈનાત સૈનિક સતનામ સિંહના લગ્ન દોઢ વર્ષ પહેલાં ફિરોઝપુરમાં રહેતી અમનદીપ કૌર સાથે થઈ હતી. લગ્નના થોડાં સમય બાદ સતનામ પોતાના પેરેન્ટ્સ સાથે મળીને અમનદીપ સાથે ઝઘડવા લાગ્યો હતો. તે અમનદીપના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો.

આ દરમિયાન તેણે અમનદીપને ઘરમાંથી હાંકી કાઢી હતી. અમનદીપ તે સમયે ગર્ભવતી હતી. સતનામે પત્નીને ડિવોર્સ આપવા કેસ ફાઇલ કર્યો હતો. અમનદીપે સેનાના અધિકારીઓ આગળ સતનામની ફરિયાદ કરી હતી. આ કેસમાં સેનાના અધિકારીઓએ બંને સાથે વાત પણ કરી હતી.

આ દરમિયાન અમનદીપે પિયરમાં બાળકીને જન્મ આપ્યો હતો. તેણે દીકરીનું નામ રહમત કૌર રાખ્યું હતું. દીકરીના જન્મ બાદ પણ બંને પરિવાર વચ્ચે ઝઘડો થતો હતો. થોડાં દિવસ પહેલાં જ સેનાના અધિકારીઓએ બંનેને બોલાવીની વાત કરી હતી અને બંનેને 20 દિવસ સાથે રહેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સતનામ પત્નીને દીકરીને લઈને આવ્યો હતો.

20 દિવસમાં રોજે રોજ ઝઘડા થતા હતા. સતનામ, પિતા સુખચૈન તથા માતા સ્વર્ણ કૌર ઝઘડો કરતા હતા. તેઓ અમનદીપને દીકરીને જન્મ આપ્યો કહીને હેરાન કરતા હતા. અમનદીપના પિતા દીકરી ને દોહિત્રી માટે કપડાં લઈને આવ્યા હતા. અમદનદીપના પતિ તથા સાસુ-સસરાએ ઝઘડો કર્યો હતો.

આ દરમિયાન સતનામે અમનદીપના હાથમાં દીકરીને ઝૂંટવી લીધી હતી અને જમીન પર પટકી પટકીને મારી નાખી હતી. અમનદીપના પિતાએ બૂમાબૂમ કરી દીધી હતી. આસપાસના લોકો જમા થઈ ગયા હતા. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટર્સે મૃત ઘોષિત જાહેર કરી હતી. મૃતક બાળકીના દાદા હાથમાં ઈજા થઈ હોવાનું કહીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીંથી પોલીસે ધરપકડ કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.