પુતિને PM મોદીની વાતનું માન રાખ્યું / યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રશિયાએ બનાવ્યો માસ્ટર પ્લાન, જાણો શું છે રશિયાની રણનીતિ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

રશિયા-યુક્રેન યુદ્ધના નવમા દિવસે રશિયાની સેનાના ગોળીબારમાં ઝેપોરિઝિઝ્યા ન્યૂક્લિયર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. એને ફાયર ફાઇટરોએ ગણતરીના કલાકોમાં જ બુઝાવી દીધી હતી. હુમલા પછી રેડિયેશન સ્તર સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન પોલેન્ડ બોર્ડર પર ભારતીયોને લેવા ગયેલા નિવૃત્ત જનરલ વીકે સિંહે માહિતી આપી હતી કે કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે, જેની સારવાર ચાલી રહી છે. આ તરફ યુક્રેન બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. પીએમ મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષિત વાપસી માટે વાત કરી હતી. ત્યારબાદ રશિયા હવે વિદ્યાર્થીઓને કાઢવા માટે રણનીતિ બનાવી ચૂક્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધીમાં 17 હજાર ભારતીયો બહાર કાઢવામાં આવ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારત પાછા ફર્યા છે.

રશિયાની ન્યૂઝ એજન્સી તાસે આજે જણાવ્યું કે લગભગ 130 રશિયન બસો ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને કાઢવા માટે તૈયાર છે. રશિયાના નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના ચીફ કર્નલ નઝરલ મિખાઈલ મિન્ઝતેસ્વએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે તમામ વિદેશી નાગરિકોને યુક્રેનના ખારકીવ અને સુમીથી રશિયાના બેલગ્રોડ વિસ્તારમાં લાવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ પર મંગળવારે ચાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, કિરણ રિજિજૂ, જનરલ વી કે સિંહ, અને જ્યોતિરાદિત્ય સિંધિયા યુક્રેનના પાડોશી દેશોમાં પહોંચ્યા છે. આ મંત્રીઓ અલગ અલગ દેશોથી ભારતીય વિદ્યાર્થીઓની સ્વદેશ વાપસી સુનિશ્ચિત કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે 3500 અને શનિવારે 3900 લોકો ભારત પાછા ફરે તેવી શક્યતા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા સાથે વાત કર્યા બાદ ઝેપોરિઝિઝ્યામાં ન્યૂક્લિયર સાઈટ પર સ્થિતિને કાબૂમાં લેવા માટે ઈમર્જન્સી ટીમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. યુએસમાં વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાંથી રેડિયેશન લેવલ વધવાના કોઈ સંકેત નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.