નવરાત્રિ દરમિયાન મંદિરમાં દેવી દેવતાને શ્રધ્ધાળુ ધૂપ, અગરબતી અને પ્રસાદ ચડાવે છે પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરના મોહાલ ક્ષેત્રમાં મહાકાળીના મંદિરમાં ભકતો નવરાત્રિ દરમિયાન સોના અને ચાંદીના તાળાની ભેટ ચડાવે છે. દર વર્ષ નવરાત્રિ દરમિયાન ૫૦૦થી વધુ તાળા એકત્ર થાય છે.
મહાકાળીની પ્રતિમાની નજીક લોખંડની જાળી પાસે આ તાળા લટકતા જોવા મળે છે. આ પરંપરા કેવી રીતે આવી તે અંગે લોકોનું માનવું છે કે એક વાર દૂર્ગા માતાના ભકત પર વાર ચોરી અને હત્યાનો ખોટો આરોપ ચડયો હતો. આથી મંદિરના પૂજારીએ ભગવાનની મૂર્તિ પાસેના દરવાજાને તાળુ લગાવીને સેવા પૂજા બંધ કરી દીધી હતી.
નિદોર્ષ ભકતને જયારે સજા નહી થાય તે માટે આ પગલું ભર્યુ હતું. મહિનાઓ પછી દુર્ગા માતાના ભકતનો નિદોર્ષ છુટકારો થયો એ પછી જ મંદિરના પૂજારીએ તાળું ખોલીને પૂજા તથા પ્રાર્થના શરુ કરી હતી. ત્યારથી મંદિરમાં તાળાની ભેટ ચડાવવાની શરુઆત થઇ હતી.
શ્રધ્ધાળુઓ માને છે કે તાળાની ભેટ માનવાથી કોઇ જ તકલીફ આવતી નથી. સામાન્ય દિવસોમાં લોઢાના તાળાની ભેટ ધરાય છે જયારે નવરાત્રિમાં સોના ચાંદીના કિંમતી તાળા ચડાવાય છે. નવરાત્રિ દરમિયાન આ અનોખા મંદિરમાં હજારો લોકો દર્શન માટે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!