મહેશ સવાણી ‘કેસરિયો ધારણ કરશે’ / પાટીદાર સમાજના અગ્રણી મહેશ સવાણીને મળ્યું ભાજપમાં જોડાવાનું VIP આમંત્રણ, જુઓ આ મુદ્દે સવાણીએ શું પ્રતિક્રિયા આપી

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે સોમવારનો દિવસ ભારે રહ્યો હતો. AAP ને એક દિવસમાં મોટા ત્રણ ઝટકા ખાવાના વારો આવ્યો હતો. જેમાં પહેલાં વિજય સુવાળા, પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો.

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને મોટા નેતા એવા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા પછી જણાવ્યું હતું કે હું હવે આમ આદમી પાર્ટીમાં નથી, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. વિજય સુવાળા અને નીલમ વ્યાસ તો ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ભમ્યા કરે છે કે શું મહેશ સવાણી પણ મોડા વહેલા ભાજપમાં જોડાશે? જોકે મહેશ સવાણી સાથેની વાતચીતમાં તેમને પોતાનો ઈરાદો તો સ્પષ્ટ કરી દીધો હતો કે હાલ હું લોકોની સેવા કરવા માંગું છું, પરંતુ ભવિષ્યમાં જરૂરિયાત જણાશે તો હું પાર્ટીમાં જોડાઈશ. સોમવારે પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથેના ઈન્ટરવ્યૂમાં તેમણે ભાજપમાં જોડાવવા અંગે ગોળ ગોળ વાતો કરી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કે ભવિષ્યમાં શું છે મહેશ સવાણીનો પ્લાન?

Leave a Reply

Your email address will not be published.