ગુજરાતનું ગૌરવ / સુરતના ડાયમંડ કિંગ એવા સવજીભાઈ ધોળકિયાને ગણતંત્ર દિવસ પર પદ્મશ્રી પુરસ્કરથી સન્માનિત કરશે, જુઓ શા માટે દિલદાર સવજીભાઈ ને પદ્મશ્રી પુરસ્કાર મળશે

ગુજરાત ટોપ ન્યૂઝ

દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર ભારત સરકાર દ્વારા કેટલાક વિશેષ લોકોને તેમની વિશેષ કામગીરીના કારણે પદ્મ સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેઓ દેશના નાગરિકો માટે અસાધારણ કામ કરે છે. આ વખતે પણ ભારત સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરી છે, જેમાં બિઝનેસ જગતના ઘણા દિગ્ગજ લોકોનો સમાવેશ થાય છે.

દર વર્ષે બોનસમાં કર્મચારીઓને મોંઘી ભેટ આપવા બદલ ધોળકિયાને પદ્મશ્રી
આ યાદીમાં જે બિઝનેસ હસ્તીઓના નામ છે તેમાં સૌથી દિલસ્પર્શ નામ સવજીભાઈ ધોળકિયાનું છે. જો કે તેઓ ખૂબ મોટા બિઝનેસમેન છે, પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે. સવજીભાઈ ધોળકિયાએ તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ દરેક સમાચારોની હેડલાઈન્સમાં ચમક્યા હતા. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ 2016માં દિવાળી પર તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા. સવજી ધોળકિયાના જણાવ્યા અનુસાર તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડીંગનું કામ કર્યું અને તેના વિશે ઘણો અનુભવ મેળવ્યા, પછી તેમણે તેના ઘરે કેટલાક મિત્રો સાથે મળીને હીરા ગ્રાઇન્ડીંગનું કામ શરૂ કર્યું, જે ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. આજે તેમની કંપની 50 દેશોમાં હીરા સપ્લાય કરે છે. હરેક્રિષ્ણા ડાયમંડના સાત દેશોમાં આઉટલેટ્સ છે. આ ઉપરાંત વિશ્વભરના 5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ છે. સવજી ધોળકિયા અનુસાર, તેમની કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે.

સવજીભાઈ ધોળકિયા સવજી કાકાના નામે જાણીતા છે. અમેરલીના દુધાળા ગામના રહેવાસી સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો. હીરાનું કામ શીખ્યા અને થોડો સમય કારીગર તરીકે કામ કર્યા બાદ 1980માં પિતાએ 3900 રૂપિયા કારખાનું નાખવા આપ્યા હતા.

ગુજરાતના આ મહાનુભવોને પદ્મશ્રી
સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય) (પદ્મશ્રી), સ્વામી સચ્ચિદાનંદ (પદ્મ ભૂષણ), રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય) (પદ્મશ્રી), ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (પદ્મશ્રી), માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ) (પદ્મશ્રી), ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (મરણોપરાંત પદ્મશ્રી), ગુરુપ્રસાદ મહાપાત્રા (પદ્મશ્રી)

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં દેશે પ્રથમ સીડીએસ બિપિન રાવત ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. તેમના સિવાય સરકાર આ વખતે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા જઈ રહી છે. તેમનું પણ ગત વર્ષે ખરાબ તબિયતના કારણે નિધન થયું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.