મણીધર બાપુએ કહ્યું કે : માં મોગલના આશીર્વાદ મેળવવા માટે કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી, જુઓ આ કાર્ય કરવાથી હંમેશા માં મોગલ તમારા ઉપર પ્રસન્ન રહેશે

ધર્મ

 દરેક લોકો ભગવાનને અલગ અલગ રૂપમાં તેની પૂજા અર્ચના કરીને તેમના પર શ્રદ્ધા રાખે છે. એવામાં વાત કરીશું તો માં મોગલ કે જેમના પરચા પરમપાર છે. માં મોગલ ના નામ લેવા માત્રથી ભક્તોના બધા જ દુઃખ દૂર થઈ જાય છે, કોઈપણ ભક્તોને માં મોગલ દુઃખી જોઈ શકતા નથી, કહીએ તો માં મોગલ ની ઘણી શ્રદ્ધા છે.

ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ માં મોગલના ભક્તો જોવા મળે છે, પોતાની માનતા પૂરી થતા ની સાથે જ માં મોગલ ની ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માં મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે.

આપણે સૌ માં મોગલના મંદિરથી પરિચિત છીએ કે જે કબરાઉ માં આવેલું છે. માં મોગલ ધામ કે જ્યાં બિરાજમાન એવા મણીધર બાપુ પણ હાજરા હજુર છે. અહીં માતાના દર્શનાર્થે દેશ-વિદેશથી પણ તેમના ભક્તો તેમની માનતા પૂરી કરવા માટે આવે છે. સાંભળ્યું છે કે અહીં આ મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી.

અહીં ફક્ત અન્ન નો જ સ્વીકાર કરવામાં આવે છે અને આ મંદિર પર જેટલા ભક્તો દર્શનાર્થે આવે છે, તે સૌ કોઈને માં મોગલ ની પ્રસાદીનો લાહવો પણ મળે છે. અહીં માં મોગલના ધામે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે અને સૌ કોઈ લોકો માના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે.

એવામાં આજે આપણે વાત કરીએ તો હાલ આ મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. જે માં મોગલ ની પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે અહીં માના સાનિધ્યમાં મણીધર બાપુએ લોકોના પથદર્શક બન્યા છે, જેમણે હાલ આ પ્રસંગને સંબોધીને માં ને ખુશ કરવાનો ઉપાય જણાવ્યો છે.

કબરાઉધામ બિરાજમાન એવા મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. ત્યારે માં મોગલ ને રાજી કરવા માટે લોકો ગરીબને કપડાં કે ભોજન જમાડવાથી માં મોગલ પ્રસન્ન થશે એવા ઉપાય સાથે મણીધર બાપુએ વાત કરી છે.

મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે અને માં મોગલ રાજી થઈને દરેક ભક્તો પર પ્રસન્ન થઈને તેમને રાજી રાજી કરી દે છે. માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *