ગુજરાતમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ગુજરાતને કલંકિત કરનારી ઘટના સામે આવી છે, રાજકોટમાં દુષ્કર્મની શરમ જનક ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે.
ગુજરાતમાં હવે નરાધમો હદ વટાવી રહ્યાં છે. માસુમ બાળકીઓને પોતાની હવસ સંતોષવ માટે નિશાન બનાવી રહ્યાં છે. સુરત અને ગાંધીનગરમાં બાળકીઓના દુષ્કર્મની આગ હજી શમી નથી, ત્યાં રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે.
રાજકોટના નવાગામ પાસે 8 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. ચોંકાવનારી બાબત એ છે કે, બાળકી સાથે દુષ્કર્મ કરનાર સગીર નીકળ્યો. નવાગામના એક પરિવારે તેમની 8 વર્ષની દીકરીને નજીકના દુકાનમાં ડિટર્જન્ટ પાવડર લેવા મોકલી હતી. બાળકી દુકાનમાં ગઈ હતો તો ત્યાં સગીરે દુકાનમાં પુરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુકાનથી પરત આવીને બાળકીએ પોતાના પરિવારજનને આ વિશે જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી મહિલા પોલીસ મથકને તપાસ સોંપી છે.
રાજકોટમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ઘટના બની હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દુકાનમાં ડિટરજન્ટ પાવડર લેવા આવેલી બાળકી સાથે દુકાનમાં જ કામ કરતા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. હાલ તો સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસ આ મામલે ફરિયાદ નોંધી, કેસની તપાસ મહિલા પોલીસના હાથમાં સોંપી દીધી છે. રાજ્યમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે ત્યારે દુષ્કર્મના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અગાઉ પણ દુષ્કર્મની અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે રાજકોટની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં પણ હડકંપ મચી ગયો છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સુરતની સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે આરોપીએ બાળકીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હતી જેમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવી છે ત્યારે સુરતમાં જ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં કોર્ટ આરોપીને દોષિત જાહેર કર્યો હતો જેનો ચુકાદો આવે આવી શકે છે.
અગાઉ સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. પાંડેસરામાં પાડોશમાં રહેતો દશરથ બૈસાણે બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ બાદ બાળકીના માથામાં ઈંટના ઘા મારીને તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આ ઘટના 7 ડિસેમ્બરે 2020ના રોજ બનેલી ઘટનામાં 15 જ દિવસમાં જ પોલીસે પુરાવાઓ એકત્રિત કરી કોર્ટમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસ તપાસમાં બાળકીના શરીર પર 49 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા. જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં કોર્ટ આરોપીને દોષિત જાહેર કર્યો છે. ત્યારે આજે કોર્ટ આ મામલે સજા સંભાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!