કથાકાર છે કે આંતકવાદી? / લોકોને ભક્તિ અને એકતાના પાઠ ભણવાને બદલે કરી નાખી એવી વાત કે જાણીને તમે પણ આપશો ગાળો : જુઓ વિડિઓ

ઇન્ડિયા

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ બાગેશ્વર ધામના પૂજારી અને કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કથાકાર ભક્તોને એક થઈને બુલડોઝર ચલાવવાનું કહી રહ્યો છે. આ વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી.

પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વ્યાસપીઠ ખાતે કથા દરમિયાન ભક્તોને બુલડોઝર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જેઓ હિંદુ દેવી-દેવતાઓના કાર્યક્રમોમાં પથ્થર ફેંકે છે. તેમના ઘરો પર બુલડોઝર ચલાવવું જોઈએ. તે વધુમાં કહે છે કે, જો તેની પાસે પૈસા હશે તો તે બુલડોઝર પણ ખરીદશે.

કથામાં ઉપસ્થિત લોકોને સંબોધતા પંડિત ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અજ્ઞાનીઓ, કાયર જાગો. ઉઠો અને શસ્ત્રો ઉપાડો અને કહો કે, આપણે બધા એક છીએ. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બહુ ઓછા સમયમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે. તેમના વિશે એવું કહેવાય છે કે, તેઓ કોઈ પણ વ્યક્તિની સમસ્યા તેમને પૂછ્યા વગર કાગળ પર લખી લે છે.

આ જ કારણ છે કે, તેમના ભક્તોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દર મંગળવારે છતરપુર જિલ્લાના ગડા ગામમાં તેમનો દરબાર રાખે છે. અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાની સમસ્યાઓ લઈને ત્યાં પહોંચે છે. બાગેશ્વર ધામના પૂજારી અને કથાકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના વાયરલ વીડિયોને રીટ્વીટ કરીને નિવૃત્ત IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે કહ્યું કે, મને એ વાતની ચિંતા નથી કે આ કથાકારો ઉશ્કેરણીજનક ભાષણો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચિંતાની વાત એ છે કે સેંકડો લોકો તેમને સાંભળવા બેઠા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.