ભયંકર અકસ્માત / સોમનાથ મહાદેવના દર્શને જતા પરિવારને થયો કાળનો ભેટો, જુઓ ગાડી પડીકું વળી જતા સાસુ અને વહુના હાલ થયા એવા કે જાણીને તમે પણ ધ્રુજી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

અકસ્માતની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, તારાપુર-વાસદ ધોરી માર્ગ પર નાર પાસે પુરપાટ ઝડપે જતી કાર ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ સભ્ય ઘવાયાં હતાં.

જેમાં સાસુ અને પુત્રવધુના કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે યુવક, તેના પિતા અને પુત્ર ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, પુનાના રહેવાસી અભિજીત અજીતકુમાર મંડલ તેમના પરિવાર સાથે સોમનાથ દર્શન કરવા ઇક્કો સ્પોર્ટ કાર લઇને નિકળ્યાં હતાં.

આ દરમિયાન તેઓ વાસદ-તારાપુર રોડ પર પુરપાટ ઝડપે પસાર થતાં હતાં, તે સમયે નાર પાટીયા પાસે બ્રિજ પરના ડિવાઇડર સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર અભિજીત મંડલ, તેમના પિતા અજીતકુમાર, પુત્ર વીર, માતા પુર્વીબહેન અને પત્નિ નિશાબહેનને ગંભીર ઇજા પહોંચી હતી.

ત્યારબાદ તાત્કાલિક પણે તમામને સારવાર માટે પ્રથમ તારાપુર બાદમાં કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર દરમિયાન અભિજીતના પત્ની નિશાબહેન અભિજીત મંડલ (32) અને તેમના માતા પુર્વિબહેન અજીતકુમાર મંડલ (59)નું મૃત્યું નિપજ્યું હતું.

આ ઉપરાંત અભીજીત, અજીતકુમાર અને વીરને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *