જીગ્નેશ કવિરાજના ફેન્સને જોરદાર ઝટકો / જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજને લઈને આવી દુઃખી ખબર, જાણો અચાનક શું થયું કે હોસ્પિટલમાં થયા દાખલ

ગુજરાત ટોપ ન્યૂઝ

કોરોના મહામારીએ ગુજરાતમાં ગંભીર સ્વરૂપ ધારણ તો કર્યુ જ છે, સાથોસાથ તેનો પોઝિટિવિટી રેટ પણ ભયાનક સ્તરે પહોંચી રહ્યો છે. બીજી બાજુ ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાતના અનેક પ્રખ્યાત સિંગર અને કલાકારોને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા હોવાની માહિતી મળી રહી છે. આ અહેવાલથી તેમના પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો છે.

હાલમાંજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આપણા ગુજરાતના જાણીતા લોકગાયક જીગ્નેશ કવિરાજનો કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલે કે જીગ્નેશ કવિરાજને કો!રોના થઈ ગયો છે હાલમાં સોસોયલ મીડિયામાં કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં તમે જોઈ શકો છો અહીં નવઘણભાઈ.

મુંધવા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં કો!રોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની પુષ્ટિ કરવામાં આવી હતી જેમાં જીગ્નેશભાઈ જલ્દી સજા થઈ જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી છે તેના સિવાય અન્ય જીગર સ્ટુડીઓના મલિક ગુણવંત ઠાકોરે પણ આ જીગ્નેશભાઈને કો!રોના થયો છે તેની પુષ્ટિ કરી હતી.

એમને પણ જીગ્નેશભાઈ જલ્દી સાજા થવાની દુવાઓ કરી હતી જીગ્નેશ કવિરાજને કો!રોના થતા તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રાર્થનાઓ એમના ફેન કરી રહ્યા છે મિત્રો તમે પણ પ્રાર્થના કરજો ગુજરાતના લોકલાડિયા જીગ્નેશ કવીરાજ જલ્દી સાજા થઈ જાય તેના માટે પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ન ભૂલતા.

ગુજરાતમાં હવે જાણીતા સિંગરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં ગુજરાતી સિંગર રાકેશ બારોટ, રાજલ બારોટ અને જીગ્નેશ કવિરાજ કોરોના સંક્રમિત થયા છે. ત્રણેય કલાકારો ઘરે જ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. જ્યારે આ અગાઉ ગુજરાતી એક્ટર હેમાંગ દવે, દીક્ષા જોશી અને ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવી કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયા પર કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાહેરાત કરી છે. જીગ્નેશ કવિરાજે પોસ્ટમાં જણાવ્યું કે મારો Covid 19 રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે અને હું અત્યારે હોમ ક્વોરન્ટાઈન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો રિપોર્ટ કરાવી લે. કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી, કોરોનાથી સાવચેતી રાખવી આપણા અને આપણા પરિવાર માટે જરૂરી છે,”

રાકેશ બારોટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતાં જણાવ્યું કે તેઓ પણ કોરોના પોઝિટિવ છે. ત્યારે તેમના ચાહકોએ બંને સિંગર જલ્દીથી સાજા થાય, તે માટે પ્રાર્થના કરી છે.

અગાઉ આ કલાકારો આવ્યા હતા કોરોનાની ઝપેટમાં
અત્રે નોંધનીય છે કે ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પણ પોસ્ટ શેર કરતા જણાવ્યું કહ્યું હતું કે, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. એવાં કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.’

દીક્ષા જોશી પણ હોમ આઇસોલેશનમાં હતા
દીક્ષા જોશીને પણ કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. સોશિયલ મીડિયા પર દીક્ષાએ પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે.

‘છેલ્લો દિવસ’ ફૅમ ગઢવી કોરોના પોઝિટિવ
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, ‘હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુ:ખાવો છે અને મને ખ્યાલ નથી કે તે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે મને આપેલા તમામ પ્રોટોકોલનું હું પાલન કરું છું. સાવેચત રહો અને માસ્ક પહેરો.’


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *