અચાનક સામે આવ્યું મોત / પૂરપાટ આવતી કારે થાંભલાને તોડી સુપરમેનની જેમ ડિવાઇડર પર ઊભેલા યુવકોને ફંગોળ્યા, આટલાંના થયા કમકમાટી ભર્યા મોત : જોઈલો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પંજાબમાં પૂરપાટ આવતી કારે થાંભલાને તોડી ડિવાઇડર પર ઊભેલા બે યુવકને ફંગોળ્યા; બંનેનાં ઘટનાસ્થળે મોત, કુલ 4નાં મોત

પંજાબના ખરડમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રસ્તો ક્રોસ કરી રહેલા ડિવાઈડર પર ઊભેલા બે યુવકને જોરદાર ટક્કર મારી આશરે 10 ફૂટ સુધી હવામાં ઉછાળ્યા. આ ભયાનક દૂર્ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનામાં ચારનાં મોત થયાં છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે.

ખરડ- લુધિયાણા હાઈવે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારામાં બે રાહદારી અને 2 કાર સવાર સામેલ છે. રવિવારે બપોરે 2.30 વાગે CCTVમાં કેદ થયેલી આ દુર્ઘટના હૃદયદ્રાવક છે. એક પૂરપાટ સ્પીડે આવી રહેલી કાર ખરડથી લુધિયાણા તરફ જઈ રહી હતી. કાર યુનિવર્સિટી પાસે પહોંચી તો અચાનક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું. કાર હાઈવે વચ્ચે લાગેલી સ્ટ્રીટ લાઈટનો પોલ તોડી ડિવાઈડર પર ચઢી ગઈ અને આશરે 12 વાર પલટી ખાઈને દૂર જઈ પડી. કાર ફૂટઓવર બ્રિજ સાથે પણ અથડાઈ.

હાઈવે ક્રોસ કરી રહેલા યુવકોએ જીવ ગુમાવ્યો
બે યુવક હાઈવે ક્રોસ કરવા માટે ડિવાઈડર વચ્ચે ઊભેલા બે યુવક સુરન્દર સિંહ અને જમીલ ખાને નિયંત્રણ ગુમાવેલી કારને પોતાની તરફ આવતી જોઈ લીધી, તેથી તેઓ થોડા પાછળ પણ ખસ્યા, પરંતુ હજી તો તેઓ ખસવા જાય એ પહેલાં કારે બંનેને ફંગોળાઈ દીધા. બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. ઘટનામાં ચાર વ્યક્તિનાં મોત થયાં છે, જેમાં બે કાર સવાર હતા.

દૂર ઊભેલો બાઈકસવાર ઈજાગ્રસ્ત
ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે જ્યાં ઘટના બની ત્યાં રોડની બાજુમાં યુવક બાઈક લઈને ઊભેલો છે. કાર ડિવાઈડર કૂદીને બે યુવકને ઉડાવે છે ત્યારે કારનો કાટમાળ બાઈકસવારને વાગે છે, જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, પરંતુ ઘટનાથી ગભરાઈને તે ઈજાગ્રસ્ત હોવા છતાં ભાગી જાય છે. જોકે હાજર લોકો ઈજાગ્રસ્તોને બચાવવા દોડે છે. બાઈકસવાર ઘટનાને લઈને હજી પણ ભયભીત જોવા મળે છે.

કારમાં પાંચ યુવક હતા
જે કારે અકસ્માત સર્જ્યો એ કારમાં 5 યુવક સવાર હતા. કારચાલક સંજિત કુમાર સિવાય વિક્રમજિત, રાહુલ યાદવ અને અંકુશ પણ ઈજાગ્રસ્ત થયા. તેમાંથી સંજિતનું ઘટનાસ્થળે મોત થયું. વિક્રમજિતને સિવિલ હોસ્પિટલથી ચંડીગઢ શિફ્ટ કરવામાં આવ્યો, જ્યાં પહોંચ્યા બાદ ડોક્ટરે તેને પણ મૃત જાહેર કર્યો. કારમાં દારૂની તૂટેલી બોટલો મળી આવી છે.

રવિવારે બપોરે 2.30 વાગે CCTVમાં કેદ થયેલી આ દુર્ઘટના હૃદયદ્રાવક છે. એક પૂરપાટ સ્પીડે આવી રહેલી કાર ખરડથી લુધિયાણા તરફ જઈ રહી હતી. કાર યુનિવર્સિટી પાસે પહોંચી તો અચાનક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું. કાર હાઈવે વચ્ચે લાગેલી સ્ટ્રીટ લાઈટનો પોલ તોડી ડિવાઈડર પર ચઢી ગઈ અને આશરે 12 વાર પલટી ખાઈને દૂર જઈ પડી. બે યુવક હાઈવે ક્રોસ કરવા માટે ડિવાઈડર વચ્ચે ઊભેલા બે યુવક સુરન્દર સિંહ અને જમીલ ખાને નિયંત્રણ ગુમાવેલી કારને પોતાની તરફ આવતી જોઈ લીધી, તેથી તેઓ થોડા પાછળ પણ ખસ્યા, પરંતુ હજી તો તેઓ ખસવા જાય એ પહેલાં કારે બંનેને ફંગોળાઈ દીધા. બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.

કાર ડિવાઈડર કૂદીને બે યુવકને ઉડાવે છે ત્યારે કારનો કાટમાળ બાઈકસવારને વાગે છે, જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, પરંતુ ઘટનાથી ગભરાઈને તે ઈજાગ્રસ્ત હોવા છતાં ભાગી જાય છે. જોકે હાજર લોકો ઈજાગ્રસ્તોને બચાવવા દોડે છે. વિક્રમજિતને સિવિલ હોસ્પિટલથી ચંડીગઢ શિફ્ટ કરવામાં આવ્યો, જ્યાં પહોંચ્યા બાદ ડોક્ટરે તેને પણ મૃત જાહેર કર્યો. કારમાં દારૂની તૂટેલી બોટલો મળી આવી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/11/30/punjab-accident_1638266407/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.