ચોરની અનોખી લૂંટ / કરોડો રૂપિયાની લૂંટ કરીને મંદિરે દર્શન કરવા પહોંચ્યો ચોર, જુઓ પછી ભગવાનના ચરણોમાં જઈને કર્યું એવું કે જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દિલ્હી પોલીસની નોર્થ જિલ્લા પોલીસે એક મોટી લૂંટનો કેસ ઉકેલ્યો છે. 2 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના કૂચા મહાજની વિસ્તારમાં એક વેપારી પાસેથી બંદૂકની અણીએ એક કરોડ 15 લાખ કેશ અને દાગીનાની લૂંટની સૂચના મળી હતી. સૂચના મળતાં જ પોલેસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. આ કેસને ઉકેલવા માટે ઘણી ટીમો રચવામાં આવી. શરૂઆતમાં તો પોલીસે ખાલી હાથ પરત ફરી પરંતુ પછી પોલીસે સીસીટીવી ફૂટેજ ફંફોળવા શરૂ કર્યું.

ફૂટેજના આધારે પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવી સ્કૂટી મળી આવી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ દિલ્હીના મૌજપુર સુધી પહોંચી ગઇ, પરંતુ આરોપી પોલીસની પકડથી હજુ પણ બહાર હતો. ત્યારબાદ પોલીસે પોતાના બાતમીદારની મદદ લીધી. બાતમીદારની મદદથી જાણકારી મળી કે ચાર છોકરા બે દિવસથી સતત દારૂની દુકાનેથી મોંઘો દારૂ ખરીદી રહ્યા હતા. આ સૂચનાના આધારે પોલીસ તે મકાન પર પહોંચી જ્યાં આરોપી છોકરા રહેતા હતા.

પછી પોલીસે તે મકાન પર રેડ પાડી તો જોયું કે એક આરોપીએ લાલ શર્ટ પહેરેલો હતો, જે સીસીટીવી ફૂટેજ સાથે મેચ કરી રહ્યો હતો. આ આધાર પર પોલીસે પહેલાં ત્રણ છોકરાઓ સાથે પૂછપરછ કરી અને પછી વધુ બે આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસે તપાસને આગળ વધારી. એક કરોડ 26 લાખ કેશ અને જ્વેલરી મળી આવી. આરોપીએ લૂંટીને ભગવાનને ખુશ કરવા માટે ખાટૂ શ્યાજીના દર્શન કરવા ગયો અને લૂંટની રકમાંથી એક લાખનો ચઢાવો પણ ચડાવ્યો હતો.

પહેલાં પણ ઘણી લૂંટને અંજામ આપી ચૂક્યા છે આ ચોર
સાથે જ આ દિલ્હીમાં બીજી ચાર લૂંટની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. પોતાના ટાર્ગેટને સાધવા માટે તેમના નોકરોને લાલચ તેમના ટાર્ગેટ વિશે જાણકારી લઇને તેમણે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.