પતિ છે કે પનોતી / જુઓ પત્ની પાસેથી ફોન ઝૂંટવી પતિએ કહ્યું,- તારા બાપે નથી આપ્યો કેમ વધુ વાત કરે છે, જુઓ પછી જે થયું એ જાણીને…

ગુજરાત ટોપ ન્યૂઝ

મહાનગર અમદાવાદમાં પુત્રવધૂ પર સાસરિયાના ત્રાસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. શિક્ષિત કહેવાતા સમાજમાં પણ કરિયાવરનું દુષણ જાણે ઘર કરી રહ્યું હોય એવા કેસ જોવા મળી રહ્યા છે. પોલીસ ચોપડે દરરોજ સ્ત્રીઓ પર થતા માનસિક અને શારીરિક અત્યાચારની ફરિયાદ વધી રહી છે.

અમદાવાદ શહેરમાં પોતાના માતા પિતા સાથે વાત કરતી પત્ની પાસેથી ફોન ઝૂંટવી પતિએ કહ્યું હતું કે, તારા બાપે કરિયાવરમાં નથી આપ્યો, તું ફોન પર એમની સાથે વધારે વાતો કેમ કરે છે. પતિના આવા ત્રાસને કારણે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા. ચારેક દિવસ સુધી સાસરિયાએ એમને સારી રીતે રાખી. પણ પછી પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું. સાસુ તથા પતિએ મેણાટોણાં મારવાનું શરૂ કર્યું. તારા બાપના ઘરેથી અમારા કહેવા પ્રમાણે કંઈ લાવી નથી, જોકે, કરિયાવરમાં સારી એવી સામગ્રી આપી હોવા છતા સાસરિયા પક્ષના લોકો વધારે પડતી માંગણી કરતા હતા. આ અંગે મહિલાને માનસિક ત્રાસ દેતા હતા. લગ્ન પછી મહિલા ફરવા માટે ગઈ ત્યારે પણ માતા પિતા સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન પતિએ એના હાથમાંથી ફોન ઝૂંટવી લઈ, પત્નીને માર પાટુંનો માર મારી હડધૂત કરી દીધી હતી.

સાસુ અને પતિએ સાથે મળીને એનો સંસાર તોડી નાંખવાની વાત કરી હતી. સાસરિયામાં ત્રાસ વધી જવાને કારણે તે પોતાના પીયરમાં રહેવા માટે આવી ગઈ હતી. એ પછી પિતા અને ભાઈ પિતને સમજાવવા માટે ગયા હતા. એ સમયે પતિએ મહિલાના ભાઈ પર હાથ ઉપાડી લીધો હતો. પતિએ કહ્યું કે, અમારા કહેવા પ્રમાણે કંઈ તમે આપ્યું નથી.

તમારી દીકરીને અહીંથી લઈ જાવ, એ પછી મહિલાના પિતા અને ભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. પછી પતિએ એવું કહ્યું કે જો તારે અહીંયા સાથે રહેવું હોય તો બધુ સહન કરવું પડશે. એવું કહીને ગંદી ગાળો ભાંડવા લાગ્યો હતો. એ પછી આક્રોશે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કંટાળેલી પત્નીએ સાસરિયા અને પતિ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડા પોલીસે મહિલાને ફરિયાદ લઈને સાસુ તથા પતિની પૂછપરછ શરૂ કરી દીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *