સાવધાન / માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના- નાનું બાળક કાતરથી રમતું હતું ને, આંખમાં ઘુસી ગઈ કાતર, જુઓ પછી થયું એવું કે…

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલમાં રાજ્યમાંથી માતા-પિતા માટે ચેતવણીરૂપ એવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમતી વખતે 3 વર્ષના બાળકની આંખમાં કાતર ઘુસી ગઈ હતી. બાળકે દર્દથી બૂમો પાડી ત્યારે પરિવારજનોને જોઈને હોશ ઉડી ગયા હતા. બાળકીને ગંભીર હાલતમાં અજમેરની જેએલએન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

10 મિનિટના ઓપરેશન બાદ કાતરને બહાર કાઢવામાં આવી હતી. આ સમગ્ર ઘટના રાજસ્થાનના નાગૌર શહેરની છે. બાળક હવે સલામત છે, તેની આંખોની રોશની પણ સારી છે.

હકીકતમાં આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. ગજેન્દ્ર ઘરમાં રમી રહ્યો હતો. આ રમત દરમિયાન, કાતરનો આગળનો ભાગ તેની આંખની નીચે લગભગ 6 સેન્ટિમીટર (લગભગ અઢી ઇંચ) સુધી ઘૂસી ગયો હતો. આંખમાં કાતર જતાં જ બાળક જોર જોરથી રડવા લાગ્યો. પરિવારજનો તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પીટલમાં વિશેષજ્ઞ ડૉ.દેવેન્દ્ર શર્માએ સારવાર શરૂ કરી. બાળકની સર્જરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને ઓપરેશન બાદ 10 મિનિટમાં આંખમાંથી કાતર બહાર કાઢવામાં આવી હતી.

ડૉ. દેવેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સર્જરી બાદ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. પરિવારના સભ્યોને કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે. તેણે કહ્યું કે, પરિવારના સભ્યો ખૂબ ડરી ગયા હતા. આંખના નીચેના ભાગમાં 6 CM સુધી કાતર નાખવામાં આવી હતી. એસ્કિલરાને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે આંખને કોઈ નુકસાન થયું ન હતું. પહેલા લોહી બંધ કરવામાં આવ્યું અને પછી કાતર ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.