અરે બાપરે / વડોદરા સેન્ટ્રલ જેલમાં એકસાથે સાત કેદીઓએ ગટગટાવી ઝેરી દવા, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ વડોદરા

હાલ એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ એકસાથે ફીનાઇલ ગટગટાવી લીધી હતી. ઘટનાને પગલે પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. જેને પગલે કેદીઓને ગંભીર હાલતમાં સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

જેમાં તમામની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના સાંજના સમયે બની હતી. જેમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 કાચા કામના કેદીઓએ ફિનાઇલ પી લીધી હતી. નોકરી મામલે છેતરપિંડીના ગુન્હામાં હર્ષિલ લિંબાચીયા અને પાદરામાં મર્ડર કેસમાં ચર્ચાતું નામ અભી ઝા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો.

આપઘાતના પ્રયાસ બાદ દરેકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે. જ્યાં સારવાર દરમિયાન હર્ષિલે હોસ્પિટલમાં જેલ તંત્ર પર ત્રાસ આપવા સહીત હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા રૂપિયાની માંગ કરવામા આવતી હોવાના આરોપ લગાવ્યા હતા.

રૂમ બહાર ન નીકળવા દેતા હોવા ઉપરાંતની અનેક રાવ કરાઈ છે. ઘટનાની જાણ થતા જ ડીસીપી ઝોન 2નાં અભય સોની તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક પણે સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જયા ફરિયાદ નોંધવા સહીતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જેલ સંકુલમાં હાહાકાર મચાવતી આ ઘટના અંગે જેલમાં ફિનાઈલ કેદીઓ સુધી કોણે પહોંચાડ્યું તે સહીતની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ કેદીઑની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.