ચેહર માતાના ફોટાને ટચ કરો અને અત્યારે જ આશીર્વાદ લો, જુઓ મરતોલીના માતાજી છે હાજરાહજૂર

ટોપ ન્યૂઝ

આપણે મરતોલી જગત જનની ચેહર માં ના ઇતિહાસ વિશે જાણીશું.ચેહર માતાનો જન્મ આજથી 1000 વર્ષ પૂર્વે વસંત પંચમીના પવિત્ર દિવસે કેસૂડાના વૃક્ષ નીચે હાલાડી ગામમાં થયો હતો. બાળપણથી જ માં ચેહરનો ઉછેર એક રાઠોડ પરિવારમાં થયો હતો.તેમના લગ્ન વાઘેલાન પરિવારમાં થયા હતા જેમનું ગામ તેરવાડા હતું.

લગ્ન સમયે પતિનું અકાળે મૃત્યુ થઇ જાય છે. પરિવારજનો તેમણે મૃત્યુનું કારણ સમજતા હતા.માટે તેમની સાથે સારૂં વર્તન કરતાં ન હતા.ચેહર માં નાનપણથી જ આધ્યાત્મિક હતા.તેથી તેઓ ગુરુ ઓગળનાથના ભક્ત બનેલા.ગુરુ ઓગળનાથે ભગવાનનું ઘણું કામ કર્યું પછી ચેહરમાં ને એકનિષ્ઠ બનાવ્યા.

તાલીમ આપી અને તાંત્રિક વિધામાં નિષ્ણાત બનાવ્યા. થોડા સમયમાં ગુરુ ઓગળનાથે ગામ છોડ્યું.તેમની પાછળ માં ચેહરે પણ તેરવાડા ગામ છોડી દીધું.ત્યાંથી ચેહર માં બનાસકાંઠા, પાટણ અને અંતે મહસાણા જીલ્લાના મરતોલીમં સ્થાયી થયા.મરતોલી ગામમાં ચેહર માતાના નામ-જાપથી ઘણા ફાયદા તો ઘણાને માનતાઓ ફરવા લાગી.

અમુક ભક્તોને ધાર્યા કામ થવા લાગ્યા.મરતોલીમાં રબારીને પરચો આપી માં ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઇ ગયા. બાજુમાં તેમના કુમકુમ પગલાં પાડ્યાં.આ વરખડી 900 વર્ષ જૂની માનવામાં આવે છે. સમય જતા ગામલોકો અને ભુવાજીએ ભેગા મળી યજ્ઞ માટે મંજૂરી માંગી.

માતાજીએ યજ્ઞ માટે મંજૂરી આપી.વર્ષ 1996 માં સતચંડી યજ્ઞનું આયોજન થયું હતું.માતાજીનો મંડપ બંધાયો.ગામલોકો માતાજીનાં પ્રસંગ માટે તૈયાર થયા.ચેહરમા ના બે દિવસીય કાર્યક્રમની શરૂઆત થઇ.મંદિરના ભક્તગણોએ મંદિરે આવતા દરેક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરી.

મરતોલીમાં માતાજીનો ઉત્સવ છે તેવી જાણ થતાં આજુબાજુના ગામલોકો પણ દર્શન માટે આવ્યા. જોતજોતામાં ભક્તોની ભીડ વધવા લાગી.  મંદિરમાં ભક્તોની ભીડ વધવાની જાણ મંદિરના આયોજકો અને ભુવાજી મહાદેવભાઇ દેસાઇને થઇ.તેથી ભુવાજીએ માં ચેહરની રજા લઇ 5 લાડવા સાઇડમાં મૂકી ચુંદડી ઓઢાડી અએ કહ્યું માં હ્વે તુ લાગ રાખજે.

આ લાડુથી 2 દિવસ સુધી જે પણ ભક્તો દર્શન માટે આવ્યા હતા તેમણે ભોજન કરાવ્યું તો પણ લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં ઉપરથી વધ્યા. જે પ્રસાદ આજુબાજુના ગામોમાં આપવામાં આવ્યો. તે સમયના પાંચ લાડુ અને ચુંદડી આજે પણ મંદિરમાં રાખવામાં આવી છે.તે લાડુ આજે પણ એવાને એવા જ છે. આ માતાજીનો ચમત્કાર જ છે.

સમય પસાર થતા માતાજીનું મંદિર નાનામાંથી મોટું કરાયું.ઉત્સવની વાત કરીએ તો વસંતપંચમી ચેહર માનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. બમરતોલી જવા માટે મહેસાણાથી 21 કિમી તો બહુચરાજીથી 22 કિમી દૂર આવેલું છે.દૂરથી આવતા ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા છે.મંદિરની બાહર પ્રસાદ, ચુંદડીની દુકાનો, અને નાના બાળકો માટે રમકડાની દુકાનો તથા ચા-પાણીની સગવડો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.