શ્રી કૃષ્ણ કહે છે કે ગૌ માતાના આ ભાગને સ્પર્શ કરવાથી દૂર થાય છે દરિદ્રતા, 12 કલાકમાં જ થાય છે લક્ષ્મીનો વાસ, જાણો સમગ્ર વિગતો

ધર્મ

આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાય માતા ને સૌથી પવિત્ર માનવામાં આવે છે અને ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગ્રામીણ હોય કે શહેરી વિસ્તાર સૌ પ્રથમ રોટલી ગાય માતાની બનેલી હોય છે. પ્રાચીન સમયથી ગાયને વધુ મહત્વ આપવામાં આવે છે. ગાય માતાને દેવી અને દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર સવારે સ્નાન કર્યા પછી જો આપડે પવિત્ર મનથી ગાયને સ્પર્શ કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. વેદોમાં ગાયને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વેદ અનુસાર ગાયમાં દેવતાઓનો વાસ છે. તો ચાલો આજે જાણીએ ગાયના કયા ભાગમાં કયા દેવતાનો વાસ છે. ગાય માતાના છાણમાં લક્ષ્મી, ગૌમૂત્રમાં ભવાની અને તેના આંચળમાં સમુદ્રનો વાસ છે.

આ સિવાય ગાયના પગમાં માટીનું તિલક લગાવવાથી તીર્થયાત્રા અને સ્નાનનું પુણ્ય પણ મળે છે. બ્રહ્માંડ પુરાણ, મહાભારત, ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણમાં ગાયનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં ગાયના શરીરમાં દેવી અને દેવતાઓના વાસ વિશે જાણકારી આપવામાં આવી છે.

હિન્દૂ ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે જ્યાં ગાય શાંતિથી બેસીને આરામથી શ્વાસ લે છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. જે વ્યક્તિ ભક્તિ ભાવથી ગાયની પૂજા અને સેવા કરે છે તેના પર હંમેશા દેવતા પ્રસન્ન થાય છે અને તેમની અસીમ કૃપા વરશે છે.

ધાર્મિક પુરાણો અનુસાર ગાયના મુખમાં ચાર વેદનો વાસ રહેલો છે. ગાયના શિંગડામાં ભગવાન શંકરનો વાસ હોવાનું માનવામાં આવે છે. ભગવાન શંકરના જયેષ્ઠ પુત્ર ભગવાન કાર્તિકેય ગાયના પેટમાં, ભગવાન બ્રહ્મા માથામાં, રુદ્ર કપાળમાં, ભગવાન ઈન્દ્ર શિંગડાના આગળના ભાગમાં, કાનમાં અશ્વિનીકુમાર, આંખોમાં સૂર્ય અને ચંદ્ર, દાંતમાં ગરુડ નિવાસ કરે છે અને ગાય માતાના જીભમાં વિદ્યાની દેવી માતા સરસ્વતી નો વાસ રહેલો છે.

ગાયના અપનમાં, તમામ તીર્થ અને મૂત્ર સ્થાનમાં ગંગાજી, દક્ષિણ દિશામાં વરુણ અને કુબેર, ડાબી બાજુએ મહાબલી યક્ષ, વાળના કોઠામાં ઋષિ ગણ, પીઠમાં યમરાજ, પીઠમાં અપ્સરાઓ. ખુર, મોઢામાં ગાંધર્વ, નસકોરા આગળ સાપ રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.