આલે લે તારે / ચાર યુવકો લિંગ પરિવર્તન કરી બન્યા યુવતીઓ, જુઓ પછી એવો ધંધો શરુ કર્યો કે પોલીસ પણ હચમચી ગઈ, જાણીને તમારી પણ આંખો પોહળી થઈ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસે મોટું સેક્સ સ્કેન્ડલ ઝડપી પાડ્યું છે. જેમાં થાઈલેન્ડની 7 યુવતીઓ સહિત કુલ 10 યુવતીઓ આપત્તિજનક અવસ્થામાં ઝડપાઈ હતી. આ ઉપરાંત પોલીસે 8 ગ્રાહકોને પણ રંગરેલિયા મનાવતા પકડી પાડ્યા હતા.

આ સ્કેન્ડલમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે પોલીસને ખબર પડી કે થાઈલેન્ડની ઝડપાયેલી 7 યુવતીઓમાં 4 ખરેખર યુવક હતા, જે સેક્સ ચેન્જ કરાવીને યુવતીઓ બન્યા હતા.  આ હકીકત બહાર આવતા પોલીસના પગ નીચેથી પણ જમીન ખસકી ગઈ હતી.

ઈન્દોરના વિજયનગર સ્થિત શગુન આર્કેટના બીજા માળે ‘એટમ્સ સલૂન એન્ડ ક્લિનિક સ્પા સેન્ટર’ પર પોલીસે રેડ પાડી કુટણખાનું ઝડપ્યું હતું. જેમાં કુલ 18 યુવક-યુવતીઓને ગંદુકામ કામ કરતાં પોલીસે દબોચી લીધા હતા. પોલીસને આ રેડમાં થાઈલેન્ડથી લાવવામાં આવેલી 7 યુવતીઓ મળી આવી હતી.

પોલીસે તપાસમાં જ્યારે તેમના પાસપોર્ટ તપાસ્યા તો પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. કેમ કે ચાક યુવતીઓના પાસપોર્ટમાં તેમનું જેન્ડર પુરુષ લખ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં યુવતીઓએ પોતાની હકીકત જણાવી હતી. ધંધા માટે આ ચાર યુવક જેન્ડર ચેન્જ કરાવી યુવતી બન્યા હતા.

સ્પા સેન્ટર સંચાલક કસ્ટમર્સ પાસેથી 5થી 10 હજાર રૂપિયા સુધી વસૂલતો હતો. જ્યારે તે ધંધામાં સામેલ યુવતીઓને કમિશન તરીકે બેથી ત્રણ હજાર રૂપિયા આપતો હતો. આ સ્કેન્ડલમાં બીજેપી નેતાના સંબંધી પણ ઝડપાયો હતો.

પોલીસે શુક્રવારે તમામને કોર્ટમાં રજૂ કરી જેલ મોકલી આપ્યા હતા. એટલું જ નહીં ઝડપાયેલી બે યુવતીઓ પહેલાં પણ દેહ વ્યાપારમાં ઝડપાઈ ચૂકી છે. પોલીસે હવે અલગ અલગ કડીઓ મેળવીને બધાની ભૂમિકાની તપાસ કરી રહી છે.

ઈન્દોર પોલીસ કમિશ્નરએ કાર્યવાહી કરી સ્પાને સીલ કરવાનો આદેશ આપ્યો છે. આ સ્પાની ફ્રેન્ચાઝીને 4 મહિના પહેલા જ ભોપાલની બે મહિલાઓએ લીધી હતી. એ બંને યુવતીઓની ભૂમિકાની પણ પોલીસે તપાસ આદરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.