અરરર / વિધર્મી યુવકે પરિણીતાને પતિની ગેરહાજરીમાં ફસાવી, પછી નગ્ન વિડિઓ ઉતારી કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી. દરરોજ અનેક દુષ્કર્મની ફરિયાદ નોધાઈ રહી છે. ત્યારે અમદાવાદમાં વિધર્મી યુવકનું પરિણીતા સાથે દુષ્કર્મ થયું હોવાની માહિતી મળી રહી છે. વિધર્મી યુવકે નિકોલની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેનો નગ્ન વીડિયો પણ ઉતારીને અનેક વખત શરીરસુખ માણ્યું હતું.

યુવકે પરિણીતાના પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકીઓ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંદર્ભે ફરિયાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે અને પોલીસે આરોપીને ઝડપી પાડી મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે નિકોલ વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના પતિ અને પુત્ર સાથે રહે છે.

દોઢ વર્ષ પહેલા પરિણીતાને માધપુરા ખાતે રહેતા હુસેન નાથું રંગરેજ સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને એક બીજા સાથે ફોનથી ચેટિંગ કરતા અને બાદમાં બન્ને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. આ દરમ્યાન હુસેન નાથુએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં બન્ને એકબીજા સાથે મળતા હતા.

એક દિવસ પરિણીતાએ સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે કામ અર્થે આવી હતી, ત્યારે હુસેન નાથુએ પરિણીતાને તેના પતિ અને પુત્રની હત્યા કરી નાખીશ તેવી ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યામ હુસેન નાથુએ પરિણીતાનો નગ્ન વીડિયો ઉતારી દીધો હતો.

અવાર નવાર વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપીને અલગ અલગ હોટલમાં લઈ જઈને હુસેન નાથુ પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો. થોડા દિવસ પહેલા પરિણીતાએ હુસેન નાથુ સાથે જવાની ના પાડતા ફરીથી તેણે પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ પરિણીતાએ પરિવારજનોને આપી હતી. આ અંગે પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી હુસેન નાથું રંગરેજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી પાડ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.