ગમખ્વાર અકસ્માત / બ્રિજ ઉપર ST બસ-આઇસર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત, જુઓ આ કાળમુખા અકસ્માતમાં આટલા લોકોના કરુણ મોત

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં રોજ અકસ્માતના બનાવોની સંખ્યા વધતી જાય છે. આજે વહેલી સવારે નડિયાદ જિલ્લાના ગુતાલ બ્રિજ ઉપર એક્સ ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં આશરે ૧૫ લોકો ભોગ બન્યા હોવાની જાણવા મળી છે. અકસ્માતમાં મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે 48 ઉપર આજે બપોરે એસ.ટી.બસ પુરઝડપે પસાર થઇ રહી હતી…

એસટીમાં સવાર મુસાફરો જણાવ્યું હતું કે, એસ.ટી.નો ડ્રાઈવર બસને ખૂબ ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. તેમજ તે ગાંડાની જેમ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. એ સમયે હાઇવેના એક બ્રિજ ઉપર એક આઈસર ઊભું હતું. આઇસર માં પંચર હોવાને કારણે તે રસ્તાની સાઇડ પર ઊભું હતું…

પરંતુ એસટી ડ્રાઈવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા તેણે એસટીને આઇસર પાછળ ઘૂસાડી દીધી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે એસ.ટી ડ્રાઇવરે બ્રેક ઉપર ઉભો રહી ગયો હતો. છતાં પણ એસ.ટી કાબૂમાં આવી ન હતી. કારણ કે ફૂલ સ્પીડમાં જઈ રહી હતી. એકાએક જ એસટી બસ આઇસર માં ઘુસી જતા એસટી બસની પાછળ આવેલી કાર પણ એસટી બસ માં ઘુસી ગઈ હતી..

જેના પગલે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસમાં સવાર 15 લોકો તેમજ એસટી બસની પાછળ બેઠેલી કારણે બે લોકો ભોગ બન્યા છે. આ ગમખ્વાર અકસ્માત સર્જાતા દરેક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જ્યારે ૧૫ જેટલા મુસાફરોને ખૂબ ગંભીર ઇજા પહોંચી છે..

આકસ્માત બનતાની સાથે જ એસટી બસનો ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. આકસ્માત બનતા આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે પહોંચાડી દીધા હતા. તેમજ 108ને ફોન કરીને તરત જ ત્યાં બોલાવી લેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ ને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવતા તેઓનું ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મુસાફરોને આખા શરીરે ઇજા પહોંચી છે. મુસાફરોએ જણાવ્યું છે કે, આ અકસ્માત એસટી ચાલકના ફુલ સ્પીડે ચલાવવાના કારણે થયું છે. ડ્રાઇવર થી કાબૂ ન રહેતાં તેણે બસને આઇસરમાં ઘૂસાડી દીધી હતી. અકસ્માત બન્યો ત્યારે એસટીમાં સવાર બધા જ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયો હતો.

જ્યારે બસની પાછળ પડેલી કારને મુસાફરોનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો. પોલીસ હાલ આ અકસ્માતને લઈને કાર્યવાહી કરી રહી છે. કારણ કે એસટી સવાર આ અકસ્માત બન્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ચૂક્યો છે. આ ગમખ્વાર અકસ્માત ના દ્રશ્યો જોતાં જ સૌ કોઈ લોકો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *