વરસાદના કારણે રસ્તાઓ પર પડતાં ખાડાથી પરેશાન થતા નાગરિકે રસ્તા પર આળોટીને કર્યો અનોખો વિરોધ : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ચોમાસામાં વરસાદના કારણે રસ્તાઓમાં ઠેર-ઠેર ખુબ જ ખાડાઓ પડી ગયાં છે. જેનાથી લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ઘણાં હાઈ-વે તો એટલાં જરજીત થઈ ગયાં છે કે ત્યાંથી ગાડી ચલાવતાં પહેલાં વિચારવું પડે છે. આ મુશ્કેલીના કારણે બધા લોકો સરકારને અરજીઓ લખે છે છતાં કોઈ સમાધાન મળતું નથી. ( વિડિઓ નીચે આપેલો છે )

રોડ રસ્તા પર પડતા ખાડાને લઈ થતા વિરોધ પ્રદર્શનો કદાચ ભારત કરતા વધારે કોઈ દેશમાં જોવા મળતા નહીં હોય. આ જોતાં એવું લાગે છે જાણે હવે સરકાર પણ વિરોધથી ટેવાય ગઈ હોય તેમ લાગે છે. ત્યારે કર્ણાટકમાં એકદમ અનોખી રીતે ખાડા તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ સામે આવ્યો છે.

એવામાં કર્ણાટકના ઉડુપીના સમાજિક કાર્યકર નિત્યાનંદ વોલાકાડુએ મંગળવારના રોજ ખાડાની આરતી કરી હતી. આરતી અને પુજા કર્યા બાદ તેમણે ‘ઉરુલુ સેવે’ કરી હતી. જેમાં સામાજિક કાર્યકરે એક ધાર્મિક વિધી મજુબ રસ્તામાં પડેલા ખાડમાં આળોટી મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.

આ સમાજિક કાર્યકરે ખાડાથી ભરેલા રોડ પર સુઈ આળોટતા આળોટતા પ્રદક્ષિણા કરી હતી. સરકારને આ મામલે જાગૃત કરવા માટે સામાજિક કાર્યકરો અને નાગરિકો રચનાત્મક રીતે વિરોધ કરી તેમની વાત તરફ ધ્યાન ખેંચવા માટે પ્રયાસ કરતા હોય છે.

આળોટતા આળોટતા પ્રદક્ષિણા ઘણા લોકો ભગવાનની માનતા પૂરી કરવા માટે છે અને આળોટીને પ્રદક્ષિણા કરી ભગવાનને પ્રસન્ન કરતાં હોય છે. ધાર્મિક રીતે લોકો આવું કરે છે. સાથે જ નિત્યાનંદે ખાડાની પુજા અને શ્રીફળ વધેરી આરતી પણ કરી હતી.

ત્યારબાદ તેમણે ખાડા મામલે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. એવામાં કર્ણાટકના ઉડુપીના સમાજિક કાર્યકર નિત્યાનંદ વોલાકાડુએ મંગળવારના રોજ ખાડાની આરતી કરી હતી. આરતી અને પુજા કર્યા બાદ તેમણે ‘ઉરુલુ સેવે’ (અંગ પ્રદક્ષિણા) કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.