અરે બાપરે / સ્કૂલ છૂટ્યા બાદ ઘરે આવતી બે વિદ્યાર્થિનીઓને ટ્રકે અડફેટે લીધી, જુઓ અરેરાટીભર્યા બન્નેના મોત

ગુજરાત

દાહોદ જિલ્લામાં એક કમકમાટીભર્યો બનાવ સામે આવ્યો છે. ફૂલ સ્પીડ ટ્રકે બાઈક અને ચાલતી જતી વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જેના પગલે બંને વિદ્યાર્થિનીઓના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠાં થયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ લીમખેડા નગરમાં રહેતી અને તીર્થ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિની મહેક ઉર્ફે મોનુ સતિષભાઈ લખારા તથા 15 વર્ષીય હિમાંશી લલીતભાઈ શર્મા ગુરુવારે સાંજે ચારેક વાગ્યાના સમયે શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી ચાલતી ઘરે જઈ રહી હતી.

તે દરમિયાન મોટા હાથીધરામાં પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક હંકારી આવતા ટ્રકના ચાલકે બંને વિદ્યાર્થિઓને અડફેટમાં લઇ તથા બાઈકને પણ અડફેટમાં લઇ અકસ્માત સર્જી ટ્રક ચાલક તેની ટ્રક ઘટના સ્થળે છોડી નાસી ગયો હતો. અકસ્માતમાં બંને વિદ્યાર્થિનીઓ મહેક લખારા તથા હિમાંશી શર્મા ઉપર ટ્રકના પૈડા ફરી વળતાં બન્નેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે બાઈક ઉપરથી પટકાયેલા રાકેશ પ્રકાશચંદ્ર બાગડી લખારાને તથા બાઈક પાછળ બેઠેલા તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી યસ અંકિતકુમાર સંઘવીને શરીરે ઈજાઓ થઈ હતી. ગમખ્વાર અકસ્માતને કારણે મૃતકના પરિજનો સહિત લીમખેડા નગરમાં શોક સાથે માતમ છવાયો હતો.

બનાવ સંદર્ભે રાકેશકુમાર બાગડીએ ટ્રક ચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.