ડ્રગ્સ માફિયાના નિશાને ગુજરાત / યુવાધનને નાશ કરવાનો ફરી પ્રયાસ, જુઓ અમદાવાદ એરપોર્ટ પરથી મળ્યું એટલા કકરોડનું ડ્રગ્સ કે જાણીને તમારી આંખો પોહળી થઇ જશે

ટોપ ન્યૂઝ ગુજરાત

એક મહિનાની અંદર છઠ્ઠી વખત છે જ્યારે અદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તમામ મહાનગરોમાં ડ્રગ્સનું દૂષણ મોટાપાયે વધતું જઈ રહ્યું છે.આથી ગુજરાત પોલીસ અને DRI દ્વારા ડ્રગ્સ અને તેના સપ્લાયરને ઝડપી લેવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે અદાણી સંચાલીત અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં DRIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.32 કરોડની કિંમતનું હેરોઇન ઝડપી એક તાન્ઝાનિયાના આરોપીની ધરપકડ કરી છે.

પ્રાથમિક માહિતી મુજબ અધિકારીઓને ડ્રગ્સ એરપોર્ટ મારફતે ઘૂસાડવામાં આવશે તેવા ઈનપુટ મળ્યા હતા. જે બાદ તાન્ઝાનિયાથી આવતા ઈસમને પકડી લેવા અમદાવાદ એરપોર્ટ ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. જેમાં શકાસ્પદ જણાઈ આવતા આરોપી શખ્સની અટક કરવામાં આવી હતી. જેમાં બેગમાં ગુપ્ત ખાનું બનાવી તાન્ઝાનિયાનો નાગરિક હેરોઈન ડ્રગ્સની હેરફેર કરતો ઝડપાઇ ગયો હતો.

DRI અધિકારીઓને હાથ લાગેલી આ સફળતામાં 32 કરોડની કિંમતનું કુલ 4.5 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલ વિદેશી નાગરિકે તાન્ઝાનિયન પેસેન્જર તરીકે ઓળખ આપી છે. આ ઈસમ વ્યવસાયિક હેતુના વિઝા પર ભારતની મુસાફરી કરતો હતો. જેની આડ લઈ દેશના યુવાનોને ડ્રગ્સના ખપ્પરમાં હોમતો હતો.

અત્યાર સુધીમાં અંદાજિત 130 કરોડનું હેરોઈન ઝડપ્યું
મહત્વનું છે કે એક મહિનાની અંદર છઠ્ઠી વખત છે જ્યારે અદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં અંદાજિત 130 કરોડની કિંમતનું હેરોઇન DRI અધિકારીઓ પકડી પાડ્યું છે. જેમાં જુદા જુદા કેસમાં 8 આફ્રિકન નાગરિકોની ધરપકડ પણ થઈ ચૂકી છે.આરોપીઓને સાથે ડ્રગ્સના જથ્થાને પકડી ડ્રગ્સ એનડીપીએસ એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થશે.

3 માર્ચની મોડી રાત્રે એરપોર્ટ પર કેન્યાની ફ્લાઈટ ઉતરી હતી અને અગાઉ મળેલી બાતમીને આધારે બે મુસાફરોને માદક પદાર્થો સાથે પકડી પાડ્યા હતા. જેમાં કેન્યાના એક મહિલા અને એક યુવક આરોપીને પોલીસે ઝબ્બે કર્યા હતા. પ્રથમ વખત ચકાસણી દરમિયાન એનડીપીએસ ડ્રગ હેરોઇન મળી આવ્યું હતું અને વધુ તપાસમાં પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ 8.5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું જેથી બજાર કિમત 60 કરોડ રૂપિયા આંકી શકાય.

આરોપીઓએ કેન્યાથી એરપોર્ટ પરથી ડ્રગ્સ અંદર ઘૂસાડવા બેગમાં સ્પેશિયલ ખાનાનો ઉપયોગ કર્યો હતો. ખાલી થેલીઓમાં વણજોઈતું વજન હતું અને તે બેગની અંદર ખોટું પોલાણ હતું. બેગ ફાડી ચકાસણી કરતાં દાણા-પાઉડર સાથેના આઠ પ્લાસ્ટિક પેકિંગ છૂપાયેલા હતા. જેને હાજર સાક્ષીઓની સામે ખૂલવામાં આવ્યા હતા અને તપાસ અર્થે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા જેમાં હેરોઇન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.