ગોઝારો અકસ્માત / રાજ્યના ધોરીમાર્ગ પર ફરી વળ્યું કાળચક્ર, ચાર અલગ-અલગ અકસ્માતમાં કુલ 7ના કરુણ મોત, 9 થીવધુ ઈજાગ્રસ્ત

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યના વાદળીયા વાતાવરણ અને કમોસમી માવઠા પર સવાર થઈને ધોરીમાર્ગો પર જાણે કાળચક્ર.અલગ-અલગ જગ્યાએ મુખ્ય માર્ગો પર અકસ્માતની ચાર દુર્ઘટનાઓમાં 7 વ્યક્તિઓના મોત.

રાજ્યના વાદળીયા વાતાવરણ અને કમોસમી માવઠા પર સવાર થઈને ધોરીમાર્ગો પર જાણે કાળચક્ર ફરતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ મુખ્ય માર્ગો પર અકસ્માતની ચાર દુર્ઘટનાઓમાં 7 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 9 લોકો ઉજાગ્રસ્ત થયા છે.

મધ્ય ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં બે એવી ચાર દુર્ઘટના એક જ દિવસમાં બની છે. જેમાં પોરબંદર-વેરાવળ હાઈ-વે પર બાઈક દુર્ઘટના ઘટી હતી. આ અક્સમાતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. બંને લોકો ઓડદર ગામના હતા. આ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.

તો જૂનાગઢના વંથલી પાસે કાર અને ડા,પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું.જ્યારે એકને ઈજા થઇ હતી. ઘટના પ્રમાણે, જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહેલી એક કારને વંથલી પાસે રેતી ભરેલું ડમ્પરે ટકરાયું હતું. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ચાલકનું અંદર મોત થતા તેમના મૃતદેહને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. મૃતક એવા દિલીપભાઈ ભગવાનજી સિરોદરીયા અગરબત્તીના વેપારી હોવાનું ખુલ્યું હતું.

મધ્ય ગુજરાતના દાહોદના છેવાડાના વિસ્તાર લીમડીમાં જ અલગ-અલગ ત્રણ અક્સમાત નોંધાયા હતા. જેમાં લીમડીથી લીમખેડા તરફનાં માર્ગ પર વહેલી સવારે 7 થી વધુ વાહનોની ટક્કર થઇ હતી. આ અકસ્માતમા 1 નું મોત અને 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.

તો ખેડામાં નેશનલ હાઈવે પાસે સર્જાયેલા અકસ્માતમાં એક કાર ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી.જેમાં એક મહિલા સહિત બેના મૃત્યુ થયા હતા.કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.