યુવરાજસિંહનો નવો ઘાસ્ફોટ / યુવરાજસિંહે એવું ટ્વિટ કર્યું કે સરકારમાં મચ્યો ખળભળાટ, જુઓ કરશે આ મોટો ખુલાસો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત. #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક. યુવરાજ સિંહે કરેલા આ ટ્વીટથી ઊર્જા વિભાગ ભરતીમાં મોટો ઘટસ્ફોટ થશે તેવા એંધાણ છે.

LRD હોય, બિનસચિવાલય હોય કે પછી હોય ઓડિટરની ભરતી. છેલ્લા કેટલાક વર્ષોથી ભરતીઓમાં ગેરરીતી, પેપર ફૂટવા કે પછી સોદાબાજીથી નોકરી આપી દીધાના આરોપો અને ઘટસ્ફોટો થયા છે.UGVCL, DGVCL કે PGVCLની પરીક્ષામાં પણ ટેકનોલોજીનો દુરઉપયોગ કરીને પરીક્ષાર્થીઓ સાથે મોટી રમત થઈ હોવાના આરોપ તથ્યો સાથે યુવરાજસિંહ લગાવી રહ્યા છે ત્યારે હવે આવતીકાલ એટલે ગુરુવારે યુવરાજસિંહ મોટો ખુલાસો કરશે તેવી માહિતી તેમણે ખુદ આપી છે.

‘પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત…’ : યુવરાજસિંહના ટ્વીટ બાદ ખળભળાટ
ઉર્જાવિભાગ ભરતીકાંડમાં આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે આજે તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત……. #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક. આ જોતાં તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે 11 વાગ્યે ઉર્જા વિભાગની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારોના નામ જાહેર કરશે તેવુ લાગી રહ્યું છે. હાલ તો યુવરાજસિંહના ખુલાસા સામે સૌની નજર ટકી છે.

ધ્રુવ પટેલ નામના ઉમેદવારે ગોઠવણ કરી હોવાની શંકા
ઉર્જા વિભાગમાં ગેરરીતિ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પરીક્ષામાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારે સમગ્ર ગોઠવણ કરી હતી. જેમાં રમેશ પટેલ નામના વ્યક્તિનો પણ તેને સાથ હતો. પ્રાંતિજ પરીક્ષા સેન્ટરમાં આ ગેરરીતિ થયાનો આરોપ છે.

સૂત્ર દ્વારા એવી માહિતી મળી છે કે : CID ક્રાઇમને તપાસ સોંપાશે તેવો નિર્ણય લેવાશે
ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અરવલ્લી ઊર્જા વિભાગ ભરતી કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી શક્યતા છે. કારણ કે પુરાવાના અભાવે જાહેર કરાયેલ નામ સામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી જેથી પોલીસને હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. આથી હવે ગહન તપાસ અર્થે કેસ CID ક્રાઇમને સોંપાશે તેવી વાત વહેતી થઈ છે.

આ રીતે આઇટી અને હેકિંગના માધ્યમથી પેપર ફોડવામાં આવ્યું
ગુજરાતમાં પ્રથમવાર આ રીતે પેપર ફૂટવાની ઘટના સામે આવી છે કોંભાડમાં પરિક્ષા લેનાર કંપનીના કંટ્રોલરૂમનો ઉપયોગ થયો જેમાં પરિક્ષાર્થી -કંપનીનો માણસ- સુપરવાઇઝર અને વચેટિયા ભાગીદાર હતા. પરિક્ષાર્થીનો જે કોમ્યુટર હતું ત્યાં TeamViewer જેવું સોફ્ટવેર હોવાની સંભાવના સેવાઇ રહી છે. અને પરિક્ષાર્થી જે સેન્ટરમા બેસતો ત્યાં સુપરવાઇઝર વચેટિયાનો માણસ હતો.

સુપરવાઇઝર પરિક્ષાર્થીનો કોડ નંબર વચેટિયાને પહોંચાડતો હતો અને વચેટિયો આ કોડ નંબર કંપનીના સર્વર રુમમાં પહોંચાડતો હોવાની આશંકા છે. સર્વરરુમમાં TeamViewer જેવા સોફટવેરથી પરિક્ષાર્થીનું પેપર જોઇ શકાતું જેથી કન્ટ્રોલ રુમમાં બેઠોલો એક્સપર્ટ પરિક્ષાર્થીના જવાબ લખી નાખતો હતો અને પરિક્ષાર્થી માત્ર કોમ્યુટર સામે બેસીને સમય પસાર કરતો કારણ કે કંટ્રોલરૂમમાંથી પરિક્ષાર્થીનું પેપર સીધે સીધું ભરાતું હતું

યુવરાજસિંહના આરોપ બાદ તપાસના આદેશ
AAP નેતા યુવરાજસિંહના આરોપ અનુસાર ઉર્જા વિભાગની ભરતીમાં જે કૌભાંડ થયું તે વચેટિયાનું નામ અવધેશ પટેલ છે. જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે. અને બાયડમાં ટ્યૂશન ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે. ઓનલાઇન પરીક્ષા મહારાષ્ટ્રની NSEIT દ્વારા લેવામાં આવે છે. અને એક પેપરના 21 લાખ રૂપિયા લેવામાં આવ્યાનો આરોપ છે.

યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.