હેવાનિયતની હદ પાર / રાજકોટમાં બે નરાધમો 12 વર્ષની કિશોરી પર છેલ્લા દોઢ વર્ષથી આચરતા હતા દુષ્કર્મ, જુઓ પછી થયું એવું કે ફૂટ્યો ભાંડો

રાજકોટ

દરરોજ ન જાણે કેટલીય દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે. સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં પણ હવે તો આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ રાજકોટ (Rajkot)માંથી એક આવી ચોકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, અહીંના આજીડેમ ચોકડી(Ajidem Chokdi) પાસે માનસરોવર (Mansarovar)માં રહેતાં મૂળ બિહાર (Bihar)ના બે યુવકે 12 વર્ષીય યુવતી જે કોઠારિયા વિસ્‍તાર (Kotharia area)માં રહેતી હતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બંને યુવકો લગભગ છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર દુષ્‍કર્મ આચરતા હતા. જેના કારણે આ કિશોરીને સાતેક મહિનાનો ગર્ભ રહી ગયો.

બે યુવકો દુષ્કર્મ આચરતા હોવાને કારણે બાળક કોનું છે તે જાણવા માટે DNA ટેસ્‍ટ(DNA test) કરાવવામાં આવશે. આ બે યુવકોમાં એક 22 વર્ષનો જયારે બીજો 24 વર્ષનો છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. હવસનો શિકાર બનેલી યુવતીની માતાની ફરિયાદના આધારે આ બંને નરાધમો વિરુદ્ધ આજીડેમ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બંને આરોપી કોઠારિયા વિસ્તારમાં મજૂરી કરતાં હોવાનું જણાયું છે. IPL 376(2), (N), 376(3), 114 તથા પોક્‍સો એક્‍ટ 5(જે) (2) તથા 6 અને એટ્રોસિટી એક્‍ટની કલમ હેઠળ વરૂણ શ્રીપ્રદિપ ઠાકુર અને અમનસિંગ રાઘવેન્‍દ્ર રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ દરમિયાન મહિલાએ જણાવ્‍યું હતું કે, ‘હું છૂટક મજુરી કરીને ગુજરાન ચાલવું છું અને મારે બે સંતાનો છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમજ પતિની તબિયત પણ સારી ન રહેતી હોવાને કારણે દીકરો પણ મજૂરીએ જાય છે. મારી 12 વર્ષીય દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં હું તેને હોસ્પિટલ લઈ ગઈ હતી.

ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તેના પેટમાં સાત માસનો ગર્ભ છે. આ જાણી હું ચોંકી ગઇ હતી. ઘરે જઇ દીકરીને ફોસલાવીને પૂછપરછ કરતા તેણે કબૂલ્‍યું હતું કે, પડોશમાં રહેતાં પોતાના ભાઇના ઘરે વરૂણ ઠાકુર આવતો-જતો હોઇ આથી પોતે તેને ઓળખે છે. જ્‍યારે અમનસિંગ રાજપૂતને પણ અગાઉ જ્‍યાં રહેતાં ત્‍યાં પાડોશી હોવાને કારણે ઓળખે છે.’

દીકરીએ જણાવ્યું હતું કે, જયારે તે ઘરે એકલી હોય એ દરમિયાન બંને નરાધમો અલગ અલગ રીતે લલચાવી ફોસલાવી છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતા હતા. પરાણે ઘરમાં ઘુસી મરજી વિરૂદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચરતા હતા. હાલ તો બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.