સટ્ટોડિયાઓ બેફામ / ગુજરાતમાં IPL પર સટ્ટાના બે મોટા નેટવર્કનો પર્દાફાશ, જુઓ તપાસનો રેલો એવી જગ્યાએ પહોંચ્યો કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

દેશમાં IPLનો ફીવર ચાલી રહ્યો છે તો બીજી તરફ સટ્ટાકિંગો પણ સક્રિય થઇ ગયા છે. કરોડોમાં વેચાયેલા ખેલા઼ડીઓ જેવા રમવા મેદાનમાં આવે છે તેવા જ કેટલાક લોકો સટ્ટો રમવા લાગી જાય છે. ત્યારે ડાયમંડ નગરી સુરતમાં કરોડો રુપિયાનો સટ્ટો રમાતો હોવાનો પર્દાફાશ થયો છે. સુરતના અડાજણ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ પોલીસે રેડ પાડતા આ કાંડ સામે આવ્યુ હતું. તો આ તરફ વડોદરામાં પણ આઇપીએલ પર સટ્ટો રમતા લોકો ઝડપાયા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલે કરોડોની સટ્ટાખોરી પર તવાઈ કરતા 11.53 કરોડની ઓનલાઈન સટ્ટાખોરી ઝડપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ સટ્ટો દુબઈથી ઓપરેટ થતો હતો. પાલમાં આવેલા શ્રીપદ એન્ટેલિયા એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડા પાડતા ભરત ઠક્કર અને પ્રકાશ ઠક્કર નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આંગડીયા પેઢી મારફતે રૂપિયાના હવાલા કરવામાં આવતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે આ મુદ્દે જીગર ટોપીવાળા સહિત 14ને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ મોબાઇલ, લેપટોપ અને રોકડ રકમ મળીને 50 હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મહત્વનુંછેકે આ નેટવર્ક સુરતની સાથે અમદાવાદ, દિલ્લી, જબલપુરમાં ચાલતું હતું.

તો આ તરફ વડોદરામાં IPLની ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા જ્યારે અન્ય 48 વોન્ટેડ જાહેર કરાયા છે. પાદરાની નારાયણ સોસાયટીમાં સટ્ટો રમતા હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને માહિતી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતા પોલીસે 4 શખ્સો ઝડપી પાડ્યા હતા. મુંબઇ અને કોલકાતા વચ્ચેની ટી20 મેચ પર સટ્ટો રમાતો હતો. હાલમાં પોલીસે 1.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.