કમિશનર બરોબરના હલવાયા / રાજકોટ પોલીસ કમિશન કાંડમાં વધુ બે ફરિયાદીઓ સામે આવતા મચ્યો ખળભળાટ, જુઓ નિવેદન આપતા કહ્યું કે…

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં પોલીસ કમિશનકાંડના વધુ 2 મોટા ખુલાસા થયા છે. જેમાં વધુ બે ફરિયાદી સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના હવાલા અને વસૂલી કાંડ અંગે ફરિયાદી સામે આવતા ખળભળાટ મચ્યો છે.

રાજકોટ: CP પર તોડકાંડનો મુદ્દો રાજ્યમાં ચગતો જઈ રહ્યો છે. હાલ આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે, ત્યારે રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ CP પર તોડકાંડમાં એક પછી એક ફરિયાદી મીડિયા સામે આવી રહી છે. જેમાં આજે એક ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે ખોટી રીતે પકડી માર માર્યો હોવાની અને કોરા ચેક લખાવી લીધાનું સામે આવ્યું છે. ફરિયાદીએ જણાવ્યું છે કે મારી પાસેથી 3 લાખ 80 હજાર કોઈ માગતું નથી, છતાં મને ક્રાઈમ બ્રાન્ચે ઉપાડીને લઈ ગઈ હતી, જ્યાં મને માર મારવામાં આવ્યો અને મારી પાસે કોરા ચેક લખાવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં પોલીસ કમિશનકાંડના વધુ 2 મોટા ખુલાસા થયા છે. જેમાં વધુ બે ફરિયાદી સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના હવાલા અને વસૂલી કાંડ અંગે ફરિયાદી સામે આવતા ખળભળાટ મચ્યો છે. ટીમબરના વેપારી રાજેન્દ્ર ભાઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદે ઉઠાવી ગયા હતા. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેની સાથે મારપીટ અને કોરા ચેક લખાવી લીધા હોવાની ફરિયાદ કરી છે.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જે કાર્યવાહી કોર્ટમાં થઈ શકે એ માટે ક્રાઈમ બ્રાન્ચે હવાલો લીધાનો આરોપ લગાવ્યો છે. બીજા કેસમાં 5 લાખની ઉઘરાણી મામલે પોલીસ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં અર્જુન શરફી મંડળીમાંથી 5 લાખની લોન લેનાર હિતેશભાઈ પરંભરને પોલીસે ઉઠાવી માર માર્યાની વિગતો સામે આવી છે.

બીજા ફરિયાદીએ પણ પોલીસે માર માર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે અને તેની પાસેથી 5 લાખના 11.5 લાખ પોલીસે માંગ્યા હોવાનું જણાવ્યું છે. બાંધકામના ધંધાર્થીએ મંડળીમાંથી પૈસા લીધાનો હવાલો હોવાનું સામે આવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.