ક્રિકેટના રસિયાઓ માટે મોટા સમાચાર / IPL 2022માં બે નવી ટીમોની થશે એન્ટ્રી, આટલા કરોડોની બોલી લાગશે : રેસમાં આ નામ છે સૌથી આગળ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

અત્યાર સુધી આપણે IPL માં માત્ર 8 ટીમો રમતા જોયા છે પરંતુ 2022 માં તમામ ભારતીયો IPL માં 10 ટીમો રમતા જોશે. જેના માટે આજથી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આઈપીએલમાં 10 ટીમો રમશે, ત્યારે વિશ્વની સૌથી મોટી ટી 20 ક્રિકેટ લીગની મજા બમણી થઈ જશે. આઈપીએલને લઈને દેશ અને દુનિયામાં ઘણો ક્રેઝ છે. જ્યારે IPL માં 10 ટીમો હોય ત્યારે ભારતીય ખેલાડીઓને વધુ તક મળશે.

આ જૂથ ટીમો ખરીદવામાં મોખરે છે
આઈપીએલ 2022 માં આઠ ટીમો ઉપરાંત બે નવી ટીમો પણ રમતી જોવા મળશે. આ માટેની બોલી પ્રક્રિયા આજે સવારે 11 વાગ્યે દુબઈમાં શરૂ થઈ છે. આમાં 20થી વધુ કંપનીઓએ ટેન્ડર મુક્યા છે. અંતિમ બિડ માટે પાંચથી છ કંપનીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. નવી ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ, ગોએન્કા ગ્રુપ અને સીવીસી વેન્ચર્સ સૌથી આગળ છે. વિદેશી કંપનીઓએ પણ IPLમાં ટીમ ખરીદવા માટે ટેન્ડરો મુક્યા છે.

T-20 વર્લ્ડ કપના ઉત્સવ વચ્ચે ફરીથી IPLની એન્ટ્રી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે તે IPLમાં આજે નવી ટીમની જાહેરાત થવા જઈ રહી છે. આની સાથે જ 2022થી 2 નવી ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવા જઈ રહી છે. આની પહેલાની વાત કરીએ તો 2011માં આયોજિત IPLની ત્રીજી સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. એ સમયે કોચી ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી જોડાઈ હતી. તેવામાં હવે બે નવી ટીમો કયા શહેરની હશે અને તેના માલિક કોણ હશે એ આજે નક્કી થશે.

અત્યારે અદાણી અને ગોયનકા ગ્રુપ બોલી લગાડવામાં સૌથી આગળ છે. ફુટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઈટેડના માલિક ગ્લેઝર ફેમિલી પણ દુબઈમાં છે. BCCIએ અરુણ પાંડેની બોલી રદ કરી દીધી છે, કારણ કે તેઓ બોલી લગાડવામાં થોડા મોડા પહોંચ્યા હતા અને ચૂકી પણ ગયા હતા. આની સાથે જ અત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ જિંદાલ ગ્રુપ પણ રેસની બહાર થઈ ગયું છે.

અપડેટ્સ
અમદાવાદની ટીમ લગભગ નિશ્ચિત છે. કારણે આ શહેર પાસે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અને ફેન ફોલોઇંગ પણ છે. આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદની જગ્યા નક્કી રહેશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સોમવારે સાંજે અથવા મંગળવારે IPLની નવી ટીમની જાહેરાત થઈ શકે છે.

જાણો કોણ-કોણ રેસમાં છે?
સંજીવ ગોયેન્કા-આરપીએસજીના પ્રમોટર, ગ્લેજર ફેમિલી-માન્ચેસ્ટર યુનાઈટેડના માલિક, અદાણી ગ્રુપ પ્રમોટર્સ, નવીન જિંદાલ – જિંદાલ પાવર અને સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, રોની સ્ક્રૂવાલા, અરબિંદો ફાર્મા, કોટક ગ્રુપ, સીવીસી પાર્ટનર્સ, સિંગાપોરની પીઈ ફર્મ, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા, બ્રોડકાસ્ટ અને સ્પોર્ટ્સ કન્સલ્ટિંગ એજન્સી આઈટીડબ્લ્યુ, ગ્રૂપ એમ

માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમ ખરીદવા માટે ઉત્સુક, બોલિવૂડ સ્ટાર્સ પણ ઉત્સુક
આ મામલે એક સૂત્રે સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકોએ IPLમાં ટીમ ખરીદવા મુદ્દે ઇચ્છા વ્યક્ત કરી છે. વિશ્વસનીય સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે હા, આ સાચું છે કે માન્ચેસ્ટર યુનાઈટેડ IPL ટીમ ખરીદવા માટે ઇચ્છુક છે. આ પણ એક કારણ થઈ શકે છે, જેને પરિણામે BCCIએ ટેન્ડરની તારીખ આગળ વધારવાનો નિર્ણય લીધો હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે IPL માત્ર ભારત સુધી સીમિત નથી, પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ થઈ ગઈ છે.

દીપિકા તથા રણવીર સિંહે પણ બોલી લગાવી છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ તથા IPLના સંબંધ જૂનો છે. IPLમાં શાહરુખ-જૂહીની KKR ટીમ છે અને પ્રીટિ ઝિન્ટા પંજાબ કિંગ્સની માલિક છે.

BCCIને નવી ટીમ માટે કેટલી બોલી વાગે તેવી આશા છે?
BCCIએ નવી ટીમો માટે 2 હજાર કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝ નક્કી કરી છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે, ટીમોની નિલામી આનાથી પણ વધારે રકમમાં થશે. BCCI આ ટીમો દ્વારા 7થી 10 હજાર કરોડ સુધી કમાણી કરી શકે છે.

BCCIએ 3 હજાર કરોડના ટર્નઓવરની શરત રાખી છે
– BCCIએ ટેન્ડર નિયમો બાબતે સ્પષ્ટપણે કહ્યું હતું કે બોલી લગાવતી પ્રત્યેક પાર્ટીની કુલ સંપત્તિ 2500 કરોડ રૂપિયા અથવા એવરેજ બિઝનેસ 3 હજાર કરોડ રૂપિયાનો હોવો જોઈએ. BCCI દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં વિદેશી કંપનીને પણ ખરીદવાની અનુમતિ અપાઈ હતી. આ ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો હતો કે જો વિદેશી કંપની ટેન્ડર જીતી જશે તો તેમણે ભારતમાં કંપની સ્થાપિત કરવી પડશે. અત્યારે નવી ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ, ટોરન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, આરપી-સંજીવ ગોયેનકા ગ્રુપ, હિંદુસ્તાન ટાઈમ્સ મીડિયા, જિંદાલ સ્ટીલ, રોની સ્કૂવાલા અને 3 પ્રાઈવેટ ઈક્વિટી સાથે જોડાયેલા લોકો સામેલ છે.

લખનઉ અને અમદાવાદ મોખરે
IPLની બે નવી ટીમો માટે લખનઉ અને અમદાવાદના નામ ઘણા સમયથી ચર્ચામાં હતા. પરંતુ આ બે સિવાય ગુવાહાટી, રાંચી, કટક અને ધર્મશાળા પણ દાવેદારોની યાદીમાં સામેલ છે. અહેવાલ છે કે આ છમાંથી માત્ર બે નવી ટીમો જ આઈપીએલમાં જોડાઈ શકે છે. નવી ટીમો માટે હોમ ગ્રાઉન્ડમાં અમદાવાદ, લખનઉ અને પુણેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનઉનું એકના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી બની શકે છે કારણ કે આ સ્ટેડિયમમાં વધુ લોકો બેસી શકે છે.

BCCI આવતા વર્ષે મેગા હરાજી કરશે
નવી ફ્રેન્ચાઈઝી લેવા અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા બિડિંગની પ્રક્રિયા થશે. BCCI આવતા વર્ષે મેગા ઓક્શનની તૈયારી કરી રહ્યું છે. ત્યાં ત્રણ રિટેન્શન અને બે અધિકાર મેચ કાર્ડ ખેલાડીઓ હશે. અન્ય તમામ ખેલાડીઓને હરાજીમાં મૂકવામાં આવશે. જો બે ફ્રેન્ચાઈઝીનો સમાવેશ કરવામાં આવશે તો જ મેગા ઓક્શન હાથ ધરવામાં આવશે. ચાલો જોઈએ કે બંને ટીમો ખરીદવા માટે બોર્ડ આજે હરાજી કરશે. કઈ ટીમના નામ પર મહોર લાગી છે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.