કાળજું કંપવાતી ઘટના / સ્કૂલેથી ઘરે જતી બે વિદ્યાર્થિનીની સ્કૂટીને બેકાબુ કારે મારી ટક્કર, જુઓ ઉછળીને 20 ફૂટ દૂર થઈને પડી : જુઓ દિલધડક વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

છેલ્લા ઘણા સમયમાં દેશભરમાં અકસ્માતો (Accidents) ની સંખ્યા વાયુવેગે વધી રહી છે. સર્વે જણાવે છે કે, કોરોનાથી મોત થનાર લોકોની સંખ્યા કરતા અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા વધારે છે. ત્યારે ફરી એક વખત મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના નીચમ (Nicham) માંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

ઘટના અનુસાર, પૂરપાટ ઝડપથી આવતી કારે સ્કુટી પર જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓને ગંભીર રીતે ટક્કર મારી હતી. કાર એટલે સ્પીડમાં હતી કે, અથડાતા જ સ્કુટી સહિત બંને વિદ્યાર્થીનીઓ 20 ફૂટ દૂર જઈને પડી હતી. જાણવા મળ્યું છે કે, આ અકસ્માત કલેકટ્રેસ ચાર રસ્તા પર બુધવારના રોજ બપોરના સમયે બન્યો હતો. બપોરે ગોમાબાઈ રોડ ઉપર 18 વર્ષીય રિયા અને ૨૦ વર્ષીય શ્રદ્ધા સ્કુટી લઈને ઘરે જઈ રહ્યા હતા.

ચાર રસ્તા પાસે યુવતીઓએ યુ-ટર્ન લીધો તેવામાં જ નંબર પ્લેટ વગરની ગાડી આવી, અને જોરદાર ટક્કર લગાવી દીધી હતી. સ્કુટી ને ટક્કર મારી, કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે, વીજળીના થાંભલા સાથે અથડાઈ ફૂટપાથ પર પાર્ક કરેલી બોલેરો સાથે અથડાઈ હતી. જેના કારણે એકસાથે ૩ વાહનો ખરાબ રીતે ડૅમેજ થયા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/10/62-mp-video-accidentpunita1_1644471345/mp4/v360.mp4 )

ઘટનાની જાણ થતાં જ, તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને આગળની તપાસ હાથ ધરી હતી. સાથોસાથ જાણવા મળ્યું છે કે, અક્સ્માત સર્જનારી કાર નંબર પ્લેટ વગરની હતી. આ ઘટનામાં બંને યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કાલે યુવતીઓને તાત્કાલિક નજીકના જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *