ખૌફનાખ અકસ્માત / ગોંડલમાં પુરપાટ ઝડપે જતી એન્ડેવર કારે બે વાહનોને અડફેટે લઈને દુકાનમાં ઘુસી, પછી જે થયું એ જાણીને તમારું કાળજું કંપી ઉઠશે : જુઓ LIVE વિડિઓ

ગુજરાત

અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને તેની સાથે જાનહાનિ અને મોતના આંકડાઓમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શહેરમાં બેફામ કારચાલકની બેદરકારી સામે આવી છે.

જ્યાં ગોંડલના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર બેફામ કારચાલકે 4 સેકન્ડમાં 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધનું મોત નીપજતા અરેરાટી છવાઈ ગઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર સવારના ભાગે પૂરપાટ ઝડપે આવતી એન્ડેવર કારે 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘૂસી હતી. જ્યાં ઊભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી પર ચડી જતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવ બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત, અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.