અરે બાપરે / જુઓ તો ખરા…બોયફ્રેન્ડ માટે જાહેરમાં ઝઘડી પડી બે યુવતી, કાર રોકીને યુવકની પૂર્વ પ્રેમિકા અધમૂઈ થઈ ત્યાં સુધી મારી અને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો બોલી – જોઈલો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

જાહેરમાં રસ્તાની વચ્ચોવચ બે યુવતીઓની બાથમબાથીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌનો છે. છોકરીઓએ જાહેરમાં ખુબ હોબાળો મચાવ્યો. એક યુવતીએ તો બીજી યુવતીની ખુબ પીટાઈ કરી નાખી. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી બીજી યુવતીની પીટાઈ કરે છે અને લોકો માર ખાઈ રહેલી યુવતીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. આ મામલો લખનૌના આશિયાના વિસ્તારનો હોવાનું કહેવાય છે.

રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા
પીડિત યુવતીએ આરોપ લગાવ્યો છે કે એક યુવકે લગ્નનું વચન આપીને તેનો રેપ કર્યો અને ત્યારબાદ પોતાના મહિલા મિત્રોથી તેની પીટાઈ કરાવી દીધી. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ થયો છે. ફરિયાદના 15 દિવસ બાદ કેસ થયો. એવું પણ કહેવાઈ રહ્યું છે કે મારામારી કરતી યુવતી તે યુવકની હાલની પ્રેમિકા છે. જેણે પૂર્વ પ્રેમિકા સાથે મારપીટ કરી અને ગાળો પણ આપી.

અત્રે જણાવવાનું કે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ યૌન ઉત્પીડન અને મારપીટની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. અન્ય બે યુવતીઓ વિરુદ્ધ પણ પોલીસે કેસ દાખલ કર્યો છે.

ઘટના સ્થળે ભેગી થયેલી ભીડે બનાવ્યો વીડિયો
લખનૌમાં જાહેરમાં આ રીતે મારપીટ થતી જોઈને ઘટનાસ્થળે મોટાપાયે લોકો ભેગા થઈ ગયા હતા. હાજર લોકોમાંથી કેટલાકે વીડિયો બનાવી લીધો. વાયરલ વીડિયોના આધારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો. પોલીસે આઈપીસીની કલમ 376, 504, 506, 307, 352 અને 423 હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ઉત્તરપ્રદેશના લખનઉમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લખનઉના બારાબીરવા સ્ક્વેર ખાતે આવેલી સ્કાઈ હિલ્ટન હોટલની બહાર આવેલા બારની બહાર એક યુવકની જૂની અને નવી ગર્લફ્રેન્ડ્સની વચ્ચે 25 ઓક્ટોબરના રોજ ઉગ્ર બોલાચાલી પછી મારામારી થઈ હતી. આ છોકરીઓએ એકબીજાને પંચ પણ માર્યા હતા. આ મારામારીને પગલે એક્સ-ગર્લફ્રેન્ડને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એક્સ-ગર્લફ્રેન્ડે તેની હાલની ગર્લફ્રેન્ડ સામે કેસ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી પોલીસે આ યુવકની ધરપકડ કરી છે.

કારમાં બેઠેલી છોકરી રાબિનની અગાઉની ફ્રેન્ડ હતી
સોમવારની રાતે હોટલની બહાર કારમાં જઈ રહેલી એક છોકરી ઊભી રહી હતી. આ જ સમયે રાબિન નામનો એક યુવક હોટલમાં આવ્યો હતો અને તેની સાથે બે છોકરી પણ હતી. ઘટના એવી બની કે કારમાં બેઠેલી છોકરીએ રાબિનની સાથેની બંને છોકરીઓ સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું હતું. બાદમાં તેમની વચ્ચે મારામારી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં બેઠેલી છોકરી રાબિનની અગાઉની મિત્ર હતી.

પૂર્વ ગર્લફ્રેન્ડે રાબિનની સામે કર્યો છે છેડતીનો કેસ
પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસ ઈન્સ્પેક્ટર ધીરજ શુકલાએ જણાવ્યું હતું કે કારમાં બેઠેલી રાબિનની અગાઉની મિત્રએ 10 ઓક્ટોબરના રોજ રાબિન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેની ફરિયાદ મુજબ રાબિને તેની પ્રેમના નામે છેડતી કરી છે. બારની બહાર બનેલી આ ઘટના પહેલાં પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.