BREAKING NEWS / ઉદ્ધવ ઠાકરે છોડી શકે છે મહારાષ્ટ્રનું મુખ્યમંત્રી પદ, જાણો કોણ બનશે આગામી CM

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી(BJP) અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે(Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તેમની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદ કોઈ અન્યને સોંપવું જોઈએ.

‘મુખ્યમંત્રીની ગેરહાજરીમાં બેઠક ચલાવવી યોગ્ય નથી’
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં વિધાનસભાની કાર્યવાહી ચલાવવી યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદ અન્ય કોઈને સોંપવું જોઈએ અને તેને લઈને જીદ ન કરવી જોઈએ.

મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી શકે છેઃ પાટિલ
ચંદ્રકાંત પાટીલે કહ્યું કે બિમારીના કારણે ઉદ્ધવ ઠાકરે ખુરશી છોડી શકે છે અને મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી શકે છે. તેમણે કહ્યું કે રશ્મિ ઠાકરે (ઉદ્ધવ ઠાકરેની પત્ની) અથવા આદિત્ય ઠાકરે આગામી સીએમ બની શકે છે.

ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી થઈ છે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં સર્વાઇકલ સ્પાઇન સર્જરી કરાવી હતી, જેના કારણે તેઓ હાલમાં ઘરેથી કામ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે લાંબા સમયથી ગરદનના દુખાવાથી પરેશાન હતા, જેના કારણે તેઓ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. 61 વર્ષીય ઉદ્ધવ ઠાકરેને 10 નવેમ્બરના રોજ ગરદનમાં દુખાવો થતાં અને 12 નવેમ્બરે સર્વાઇકલ સ્પાઇન સર્જરી થયા બાદ ડૉક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેની ખરાબ તબિયતના કારણે તેમણે તેમનો કાર્યભાર બીજા કોઈને સોંપી દેવો જોઈએ. પદ માટે અત્યારે તેમણે જિદ ના કરવી જોઈએ. તેમણે કહ્યું કે, પ્રશાસન મુખ્યમંત્રી વગર ના ચાલી શકે, દરેક કામ માટે મુખ્યમંત્રીની જરૂર હોય છે. આ સંજોગોમાં કોઈને ચાર્જ સોંપી દેવો જ યોગ્ય રહેશે. પાટિલે કહ્યું કે, સૌથી સારો વિકલ્પ છે કે, આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવે. તેમણે કહ્યું કે, જો ઉદ્ધવ ઠાકરેને NCP પર વિશ્વાસ ના હોય તો આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપી શકાય એવું અમને લાગે છે.

આદિત્ય ઠાકરેએ વાત નકારી
બીજેપી અધ્યક્ષનના નિવેદનને દિકરા આદિત્ય ઠાકરેએ નકારી દીધું છે. તેણે કહ્યું છે કે, પિતાની તબિયત એકદમ સારી છે.

NCPએ નિવેદનનો કર્યો વિરોધ
ઉદ્ધવ ઠાકરેની જગ્યાએ રશ્મિ ઠાકરે અથવા આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાના ચન્દ્રકાંત પાટિલના નિવેદન વિશે એનસીપી સાંસદ ફૌજિયા ખાને કહ્યું છે કે, પાટિલે તેમની હદમાં રહેવું જોઈએ. તેઓ કેવી રીતે નક્કી કરી શકે કે કોને સીએમ બનાવવા જોઈએ અને કોને નહીં. તેમના મનમાં આવી ઈચ્છા હશે એટલે જ તેમણે આવું નિવેદન આપ્યું છે.

ફડણવીસને બનાવી દો સીએમ: અઠાવલે
બીજી બાજુ પાટિલના નિવેદન વિશે કેન્દ્રીય મંત્રી રામદાલ અઠાવલેએ તો એટલે સુધી કહી દીધું છે કે, જો ઉદ્ધવજીની તબિયત સારી ના હોય અને બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવા હોય તો દેવેન્દ્ર ફડણવીસને બનાવી દો. બીજેપી અને શિવસેનાની અઢી-અઢી વર્ષની ફોર્મ્યૂલા અહીં કામ આવી શકે છે.

શિયાળું સત્રમાં ભાગ લેવા બાબતે શંકા : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના શિયાળુ સત્રમાં ભાગ લેશે કે નહીં તે વિશે પણ હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મંગળવારે વિધાનસભાના શિયાળુ સત્રની આગલી સાંજે આયોજિત ટી-પાર્ટીમાં પણ સીએમ ઉદ્ધવ ઠાકરે સામેલ થયા નહતા. તે ઉપરાંત તેઓ કેબિનેટની બેઠકમાં તેમણે વીડિયો કોન્ફરન્સથી હાજરી આપી હતી.

બીમારીના કારણે મમતા બેનરજીને પણ નહતા મળ્યા ઉદ્ધવ : થોડા દિવસો પહેલાં વિપક્ષને એકજૂથ કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. ત્યારે પણ ઉદ્ધવ ઠાકરે મમતાને મળ્યા નહતા. ત્યારે પણ આદિત્ય ઠાકરેએ જ મમતા બેનરજીનું સ્વાગત કર્યું હતું. મમતા બેનરજીએ ત્યારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી.

સર્વાઈકલ સ્પાઈનની સર્જરી પછીથી રજા પર ઉદ્ધવ ઠાકરે : સીએમ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ સર્વાઈકલ સ્પાઈન સર્જરી કરાવી છે. તેના કારણે લગભગ તેમને 21 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.