પુતિન બનશે ખલનાયક / યુક્રેન તો માત્ર શરૂઆત છે, પુતિનનો માસ્ટર પ્લાન જાણીને હચમચી ગઈ દુનિયા, જુઓ આ નિવેદનમાં આપ્યા સંકેત

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ગત મહિને યુક્રેન પર હુમલાની શરૂઆત કરતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વાત કહી હતી. તેમના જણાવ્યા અનુસાર તે યુક્રેન ડીમિલિટરાઈઝ અને ડીનાઝિફાઈન કરવા માગે છે. યુક્રેનમાં સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન વિશે દુનિયાને આ વાત કહી હતી. યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયાને મહિનાથી વધારે સમય થઈ ચુક્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 35માં દિવસે પણ ચાલી રહ્યું છે. બીજી તરફ યુદ્ધ માટે ડિપ્લોમેટિક ઉકેલ માટે તુર્કીમાં ચાલી રહેલી રશિયા-યુક્રેન ડેલિગેશનની મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે. રશિયાના ડેલિગેશને આ મીટિંગને સકારાત્મક ગણાવી છે. જો કે હજુ બંને પક્ષો વચ્ચે સીઝફાયર પર સહમતી નથી બની.

રશિયાને જેટલી ઝડપથી યુક્રેનને ઘૂંટણીયે પાડવાની આશા રાખી હતી, તેવું થયું નહીં. જો કે, હજૂ પણ સંઘર્ષ દ્વિપક્ષીય બનેલો છે અને પશ્ચિમી દેશોને દખલ નહીં કરવા દીધી નથી. ત્યારે હવે મોસ્કોના એક અધિકારીએ પોતાના નિવેદનથી સનસની ફેલાવી દીધી છે. મોસ્કો સિટી ડુમા ડેપ્યુટીએ વધું છ દેશોને ડીનાઝિફાઈ કરવાની જરૂર ગણાવી છે. આ છ દેશ છે માલદોવા, કજાકિસ્તાન, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા. રશિયાનું આ વલણ ઘણા બધાં અંશે 20 મી સદીના સામ્રાજ્યવાદી તાકતો જેવું છે.

1990માં રશિયાની ચંગુલમાંથી આઝાદ થયા બાદ સોવિયત યુનિયનનો ભાગ રહેલા કેટલાય દેશ પશ્ચિમી દેશોની નજીક આવી રહ્યા છે. તેમાં યુક્રેન હાલમાં જ સામેલ થયું છે. એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયા યુરોપિયન યુનિયન અને નાટોના સભ્ય છે. પહેલાથી જ રશિયાની તાકાતના ચંગુલમાં ફસાયેલા મોલદોવા અને જોર્જિયાએ ઈયુનો ભાગ બનાવવા માટે ઝડપથી હવાતિયા મારવાના શરૂ કર્યા છે. તેમને ડર છે કે, રશિયા હવે તેમના પર હુમલો ન કરી દે.

2014માં વ્લાદિમીર પુતિને પોતાના સાથીઓને કહ્યું હતું કે, આપણે ક્રિમીયાને રશિયામાં પાછુ લાવવા માટે કામ કરવું જોઈએ. થોડા દિવસની અંદર જ સ્થાનિક યૌદ્ધાઓએ સાથે મળીને કબ્જો કરી લીધો. પુતિનનું પ્રથમ મિશન સફળ થઈ ચુક્યુ હતું. હવે વારો હતો, યુક્રેનનો. માહલો બનાવતા બનાવતા 24 ફેબ્રુઆરી 2022ના રોજ આખરે પુતિને યુક્રેનમાં સેના મોકલવાનો આદેશ આપી દીધો. પુતિન અહીં અટક્યા નહીં. તેમની નજર હવે નાના નાના પાડોશીઓ પર છે, જે ક્યારેય સોવિયત યુનિયનો ભાગ રહ્યા હતા.

યુક્રેનના ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, રશિયાએ 9 મે સુધી યુદ્ધ ખતમ કરી દેવું જોઈએ. યુક્રેની અધિકારીઓનું કહેવુ છે કે, 9 મે એ દિવસ છે, જ્યારે રશિયા દ્વિતિય વિશ્વયુદ્ધમાં નાઝિયો પર જીત મેળવીને વિજય દિવસ મનાવે છે. આ દિવસે રશિયામાં તહેવાર જેવો માહોલ હોય છે.

નાટોના વલણથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનો ગુસ્સો ફરી એક વાર સામે આવ્યો છે. જંગમાં અત્યાર સુધી સાથ ન મળવાના કારણે જેલેંસ્કીએ સ્પષ્ટ શબ્દોમાં સવાલો કર્યો હતા કે, તે સ્પષ્ટ પણે જણાવે કે, યુક્રેનને પોતાના ગઠબંધનમાં જગ્યા આપવાની છે કે નહીં ? તેમણે કહ્યું કે, તે ખુલીને કહી દે કે તેને રશિયાથી ડર લાગે છે. નાટોએ હવે સ્પષ્ટ કરવું જોઈએ કે, તે અમને સ્વિકારવા માગે છે કે, નહીં, અથવા તો ખુલ્લેઆમ કહે કે, તે અમને સ્વિકારવા નથી માગતા, સાચી વાત તો એ છે કે, તે રશિયાથી ડરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.