અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂના બહાને ટેક્સી ચાલકો મુસાફરો પાસે વસુલી રહ્યા છે અધધ ભાડૂં, રૂ.425 રૂપિયાના ભાડા સામે રૂ.790ની માગણી કરી
અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂના બહાને ટેક્સી ચાલકો બેફામ બની ગયા છે. ટેક્સી ચાલકો રાત્રી સમયે મુસાફરો પાસેથી બે ગણું ભાડૂં વસૂલી રહ્યાં છે. ત્યારે કથિત ઓલા કંપનીના ડ્રાઇવર અને મહિલાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ટેક્સી ચાલક રૂ.425 રૂપિયાના ભાડા સામે રૂ.790ની માગણી કરે છે. અને મહિલા સાથે ગેરવર્તન પણ કરે છે.
રૂ.425 રૂપિયાના ભાડા સામે રૂ.790 ભાડુ..! : રાત્રિ કર્ફ્યૂ હોવાથી ટેક્સી ચાલકો રાતના સમયે મુસાફરો પાસે અધધ ભાડૂં વસુલી રહ્યા છે .તથ્ય પ્રમાણે કથિત ઓલા કંપનીના ડ્રાઇવર અને મહિલાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મહિલાએ કાર બુક કરાવી હતી જેનું ઓનલાઈન ભાડું રૂ.425 રૂપિયા હતું પણ ડ્રાઈવરને કોલ કરવામાં આવતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું બહાનું કાઢી રૂ.790 સિવાય કોઈ ડ્રોપ કરવા નહિ આવે તેવો ચોખ કર્યો હતો. બાદમાં મહિલાએ ઓર્ડર કેન્સલ કરવાનું કહેતા 10 મીનીટ બાદ કેન્સલેશન ચાર્જ ચૂકવો પડશે તેમ કહી મહિલા સાથે ગેરશિસ્ત રીતે વાત કરી હતી.
‘પોલીસ ફરિયાદ કરી દો, તમે અમારા પર અહેસાન નથી કરતા’ : મહિલા કંપનીમાં ફરિયાદ કરવાનું કહેતા સામેથી ડ્રાઈવરે રૌફ મારતા કહ્યું હતું કે કંપનીમાં શું પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવી હોય તો કરી નાખો, ભાડું જે હાલ ચાલે છે તે લેવાશે. જે બાદ મહિલાએ કહ્યું હતું કે તમે અમારા પર અહેસાન કરતા હોય તેમ કેમ વાત કરી રહ્યા છો, તો સામેપક્ષે ડ્રાઇવરે ઉગ્ર અવાજમાં કહ્યું હતું કે મેડમ તમે પણ અમારા પર અહેસાન નથી કરતાં બરોબર.. આમ રાત્રિ કર્ફ્યૂની આડ હેઠળ ડબલ ભાડાની વસૂલાત થઈ રહી હોવાનો વાયરલ ઓડિયો પરથી ઘટસ્ફોટ થયો છે.
( Audio સાંભળવા માટે અહીં ક્લિક કરો 👉 : https://youtu.be/xcSB9wG39QY )
જેમાં મહિલાએ કાર બુક કરાવી હતી જેનું ઓનલાઈન ભાડું રૂ.425 રૂપિયા હતું પણ ડ્રાઈવરને કોલ કરવામાં આવતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનું બહાનું કાઢી રૂ.790 સિવાય કોઈ ડ્રોપ કરવા નહિ આવે તેવો ચોખ કર્યો હતો.જે બાદ મહિલાએ કહ્યું હતું કે તમે અમારા પર અહેસાન કરતા હોય તેમ કેમ વાત કરી રહ્યા છો, તો સામેપક્ષે ડ્રાઇવરે ઉગ્ર અવાજમાં કહ્યું હતું કે મેડમ તમે પણ અમારા પર અહેસાન નથી કરતાં બરોબર..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!