સુરતમાં બની અજીબ ઘટના / બેન્કના એલિવેશનના કાચને આકાશ સમજી અથડાતા વિદેશી પક્ષીઓનું આખું ઝુંડ મોતને ભેટ્યું : જુઓ અબોલ પક્ષીઓના મોતનો દર્દનાક વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

કોંક્રિટના જંગલો જેવા શહેરોમાં શોભા વધારવા માટે ઈમારતોની બહારની દિવાલો પર કાચના એલિવેશન કરવામાં આવે છે. જો કે, આ એલિવેશન અબોલ પક્ષીઓ માટે ભ્રમિત કરનારા સાબિત થાય છે. પક્ષીઓ કાચને ખુલ્લું આકાશ સમજીને અથડાતા મોતને ભેટતા હોવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના રિંગરોડ પર બેંકની દિવાલ પર લગાવાયેલા કાચના એલિવેશન સાથે યાયાવર પક્ષી રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું કરતબ કરતી વખતે અથડાઈને સામૂહિક મોત થયા છે.

રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. આ મુખ્ય કચેરીએ ગુરુવારે બપોરે વિચિત્ર અકસ્માત નોંધાયો હતો. બન્યું એવું હતું કે, બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્યાં હતા. તે વખતે અચાનક પક્ષીઓનું એક ઝૂંડ બેંકની ઇ મારતના એલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. મોટો અવાજ થતાં કર્મચારીઓ પણ ચૌકી ઉઠ્યા હતા. સિક્યુરિટી જવાનોએ કેમ્પસમાં એકસાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનો મેસેજ આપ્યો હતો. સૌ કોઇ સમસમી ઉઠ્યા હતા. પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો.

મોતને ભેટેલા પક્ષી વિદેશથી આવ્યા હતા
અનેક બિલ્ડિંગ બહાર જે ગ્લાસ લગાવવામાં આવે છે, તેમાં આકાશનું રિફલેક્શન પડે છે. જેથી પક્ષીઓ આવા પ્રતિબિંબ ગ્લાસથી ભમરાઈ જતા હોય છે. આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા પક્ષીઓ એક સાથે ગ્લાસ સાથે અથડાયા હતા અને નીચે પટકાયા હતા. શિયાળાની મૌસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે. અવનવા કરતબ પણ કરે છે. આવામાં જ તેઓ મોતને ભેટ્યા તેવુ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું.

સુરતમાં મોટાભાગની ઈમારતો પર એલિવેશન કરવામાં આવ્યાં છે. કાચના એલિવેશન પક્ષીઓને દિશા ભ્રમિત કરનારા સાબિત થઈ રહ્યાં છે. તો અન્ય પ્રકારના એલિવેશન ઈમારતમાં આગ લાગતી વખતે ખતરનાક સાબિત થઈ રહ્યાં છે. ત્યારે પાલિકા દ્વારા આ પ્રકારના એલિવેશન ન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં શહેરોમાં મોટા ભાગની તમામ ઈમારતો પર એલિવેશન જોવા મળી રહ્યાં છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/04/03-surat-bird-pankaj2_1643956405/mp4/v360.mp4 )

પ્રયાસ સંસ્થા ના દર્શન દેસાઇ એ જણાવ્યું કે, શિયાળાની મૌસમ દરમિયાન હિમાલય વિસ્તાર તરફથી રોઝી સ્ટારલિંગ બર્ડ સુરત આવે છે. આ પ્રવાસી પક્ષી આકાશમાં ઝૂંડમાં ઊડે છે. અવનવા કરતબ પણ કરે છે. અત્યંત ઝડપથી ઉડતા આ પક્ષીઓ એકા એક બિલ્ડિંગના એલિવેશનની ગ્લાસની દિવાલમાં મી૨૨ ઇમેજ હોવાથી તેઓ ગોથું ખાઇ ગયા હતા. બિલ્ડિંગ બહાર આકાશનું પ્રતિબિંબ ગ્લાસ ઉપર જોવા મળતા તેઓ આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા એક સાથે ગ્લાસ સાથે અથડાઇ નીચે પટકાયા હતા અને સામૂહિક મૃત્યુ થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.