અરે બાપરે / ગુજરાતમાં વિચારી નહિ શકો તેવો ગે હનીટ્રેપનો કિસ્સો, યુવક સાથે સંબંધ બાંધીને કરોડો રૂપિયાની ખંડણી માંગી

ગુજરાત ટોપ ન્યૂઝ

પહેલા કેળવી મિત્રતા અને પછી બાંધ્યો શારિરીક સબંધ અને પછી કર્યો વિશ્વાસધાત. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક ઘાર્મિક સંસ્થામાં રસોયા તરીકે કામ કરતા એક વ્યક્તિનો બિભત્સ વીડિયો બનાવીને પાંચ જેટલા શખ્સોએ 4 કરોડની ખંડણી માંગી અને જો ખંડણી નહિ આપે તો તેનો વીડિયો વાયરલ કરીને તેને અને તેની સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી હતી. જો કે આખો મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચતા હનીટ્રેપના આ કિસ્સાનો પર્દાફાશ થયો..

રાજકોટનમાં ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી એક ધાર્મિક સંસ્થાના એક સેવક દ્વારા પોલીસને તેનો બિભસ્ત વિડીયો બનાવીને વાયરલ નહિ કરવા માટે 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદીએ પોલીસને કેટલાક ફોન રેકોર્ડિંગ અને મોબાઇલ નંબર આપ્યા હતા. જેના આઘારે પોલીસે ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ, મનોજ ઉર્ફે અભય રાઠોડ, ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ અને કિશોર ગોહિલની ધરપકડ કરી છે. જો કે વીડિયો ઉતારનાર અને આખી હનીટ્રેપનું છટકું ગોઠવનાર પોલીસ પકડથી બહાર છે. પોલીસના કહેવા પ્રમાણે હનીટ્રેપનું છટકું ગોઠવનારે વીડિયો ઉતાર્યા બાદ કિશોરસિંહ ગોહિલ નામના વ્યક્તિએ આખો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

કઇ રીતે રચ્યું હનીટ્રેપનું ષડયંત્ર : ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાના કહેવા પ્રમાણે, હનીટ્રેપનો માસ્ટરમાઈન્ડ કિશોરસિંહ ગોહિલ એક સંસ્થામાં ભોજન માટે જતો હતો. ત્યારે તેને રસોડાના સેવક સાથે મિત્રતા કેળવી હતી. આ યુવક સંસ્થામાં બંને ટાઇમ ભોજન માટે જમવા માટે જતો હતો. આ મિત્રતા ચેટિંગ સુધી પહોંચી હતી અને બંને મળવા લાગ્યા હતા. બંને વચ્ચેની મિત્રતા શારીરિક સબંધમાં પરિણમી હતી અને સેવક સાથે શારીરિક સબંધ બાંધતો. આ શારીરિક સંબંધનો તેણે બિભસ્ત વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતારીને કિશેરસિંહે ચાર શખ્સો સાથે મળીને સેવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી અને છેલ્લે દોઢ કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી.

ખંડણી મંગાતા જ યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના બાદ પોલીસે તમામની ધરપકડ કરી છે. હાલ વીડિયો બનાવનાર અને મુખ્ય માસ્ટરમાઈન્ડ કિશોરસિંહ ગોહિલ પોલીસ પકડથી દૂર છે. તે મૂળ ભોપાલનો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વિડીયો ઉતાર્યા બાદ હનીટ્રેપનો પ્લાન કિશોરસિંહ ગોહિલે બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેણે અન્ય ત્રણેયને પોતાના પ્લાનમાં સામેલ કર્યો હતો. તેણે ત્રણેયને 15 લાખ રૂપિયા, જ્યારે કે બાકીના રૂપિયા કિશોરસિંહ પોતે રાખવાનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ચારેયને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ફરાર ગે હનિટ્રેપના માસ્ટરમાઇન્ડની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ હનીટ્રેપની ટોળકીએ કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તે પૂછપરછ બાદ સામે આવશે.

આખો મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચતા હનીટ્રેપના આ કિસ્સાનો પર્દાફાશ થયો. રાજકોટનમાં ગે હનીટ્રેપનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી એક ધાર્મિક સંસ્થાના એક સેવક દ્વારા પોલીસને તેનો બિભસ્ત વિડીયો બનાવીને વાયરલ નહિ કરવા માટે 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદીએ પોલીસને કેટલાક ફોન રેકોર્ડિંગ અને મોબાઇલ નંબર આપ્યા હતા.

બંને વચ્ચેની મિત્રતા શારીરિક સબંધમાં પરિણમી હતી અને સેવક સાથે શારીરિક સબંધ બાંધતો. આ શારીરિક સંબંધનો તેણે બિભસ્ત વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઉતારીને કિશેરસિંહે ચાર શખ્સો સાથે મળીને સેવક પાસેથી 4 કરોડની ખંડણી માંગી હતી અને છેલ્લે દોઢ કરોડ રૂપિયા આપવાની માંગ કરી હતી. ખંડણી મંગાતા જ યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના બાદ પોલીસે તમામની ધરપકડ કરી છે. હાલ વીડિયો બનાવનાર અને મુખ્ય માસ્ટરમાઈન્ડ કિશોરસિંહ ગોહિલ પોલીસ પકડથી દૂર છે. તે મૂળ ભોપાલનો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વિડીયો ઉતાર્યા બાદ હનીટ્રેપનો પ્લાન કિશોરસિંહ ગોહિલે બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.