અરરર / આ તુષાર પોતાની મોજ માટે યુનિવર્સિટી બહાર કરતો હતો એવું કામ કે એ જોઈને વિદ્યાર્થીનીઓ પણ ડઘાઈ જતી, જાણીને તમે પણ ચોંકી જશો

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરાની એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી બહાર વિધાર્થિનીઓને સરનામું પૂછવાના બહાને મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી છેડતી કરનાર રોમિયોની આખરે ફતેગંજ પોલીસે ધરપકડ કરી. રસ્તા પર ચાલતી વિધાર્થિનીઓને રોમિયો બીભત્સ વીડિયો બતાવી છેડતી કરી ફરાર થઈ જતો હતો, જેથી વિધાર્થિનીઓ ડઘાઈ ગઈ હતી.

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ સોશિયલ વર્ક ફેકલ્ટીના બહારના રસ્તે ચાલતી જતી હતી, તે દરમિયાન એક બાઈક સવાર યુવાન સરનામું પૂછવાના બહાને વિધાર્થિનીઓને ઊભી રાખે છે. બાદમાં વિધાર્થિનીઓને પોતાના ફોનમાં બીભત્સ વીડિયો બતાવી બીભત્સ વર્તન કરી છેડતી કરે છે.

જે બાબતની સૌપ્રથમ ફરિયાદ વિધાર્થિનીઓ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જઈ કરે છે પણ ASI ઇબ્રાહિમ વિદ્યાર્થિનીઓની ફરિયાદ લઇ મદદ કરવાના બદલે વિધાર્થિનીઓને જ પોતે પોતાની જાતની સુરક્ષા નથી કરી શકતા તેમ કહી ભગાડી મૂકે છે. 

બાદમાં વિદ્યાર્થીનીઓ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જાય છે ત્યાં પણ સીસીટીવી કેમેરા બંધ હોવાથી આરોપીઓ સીસીટીવીમાં નથી દેખાતાં કહી વિધાર્થિનીઓને પોલીસ પરત મોકલી દે છે.

જેનાથી વિધાર્થિનીઓ ડઘાઈ જાય છે અને સી ટીમની મદદ માંગે છે. બાદમાં સી ટીમ વિધાર્થિનીઓને ફરી ફતેગંજ પોલીસ સ્ટેશન લઈ જાય છે, જ્યાં વિદ્યાર્થિની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપે છે. જેના આધારે ફતેગંજ પોલીસે બનાવથી દૂર ફતેગંજ બ્રિજ નીચેના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં આરોપી દેખાતાં વિદ્યાર્થીનીઓએ તેને ઓળખી બતાવ્યો હતો.

આરોપીએ મોઢે રૂમાલ બાંધેલો હતો અને બાઈકનો નંબર પણ પૂરો ન દેખાયો. એટલે ફતેગંજ પોલીસે સમગ્ર મામલે એક જ નંબરના સિરીઝની બાઈકની વિગતો આર.ટી.ઓ માંથી મંગાવી. બાદમાં 125 જેટલી બાઈક સવારની તપાસ કરી, જેમાં ત્રણ શકમંદની અટકાયત કરી.

જેમાં બીભત્સ વીડિયો બતાવનાર આરોપીને વિદ્યાર્થીનીઓએ ઓળખી કાઢતા પોલીસે રોમિયો તુષાર ખત્રીની ધરપકડ કરી છે. રોમિયો તુષાર ખત્રીને પકડી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો. જેમાં આરોપીએ અગાઉ પણ આવી જ રીતે એક વિદ્યાર્થિનીને બીભત્સ વીડિયો બતાવી છેડતી કરી હોવાની કબૂલાત કરી.

સાથે જ આરોપી પાણીગેટ વિસ્તારમાં અગરબત્તીનો વેપાર કરે છે. જેથી તે સયાજીગંજ વિસ્તારમાં બાઈક પર અગરબત્તી વેચવા આવવાના બહાને વિદ્યાર્થિનીઓની છેડતી કરતા હોવાની પોલીસમાં કબૂલાત કરી. મહત્વની વાત છે આરોપી તુષાર ખત્રી સેકસ મેનિયાક છે, જેને વિધાર્થિનીઓને બીભત્સ વીડિયો બતાવી છેડતી કરવામાં આનંદ આવતો હતો.

ઉલ્લેખનીય છે કે સયાજીગંજ વિસ્તારમા એમ એસ યુનિવર્સિટી નજીક દેહવ્યાપારનો ધંધો કરતી લલનાઓને ઊભી રહે છે. તેમ છતાં સયાજીગંજ પોલીસ આવી લલનાઓને યુનિવર્સિટીથી દૂર નથી કરતી કે ધરપકડ નથી કરતી. જેને લઈ અવાર નવાર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓ કે અન્ય મહિલાઓને લોકોનો ભોગ બનવાનો વારો આવે છે. ત્યારે પોલીસ જો કડકાઈથી કાર્યવાહી કરે તો વિધાર્થિનીઓ છેડતીનો ભોગ બનતી અટકી શકશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *