રિયલ લાઈફ સિંઘમ / વડોદરાના કમિશ્નર શમશેર સિંઘે ફરી સપાટો બોલાવ્યો, જુઓ PI, PSI સહીત એકઝાટકે આટલા લોકોનું ટ્રાન્સફર, નવી નિમણૂંક કરી પોલીસ કર્મીઓમાં ખળભળાટ

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એકા એક રાવપુરા પોલીસ સ્ટેશનના 84 કર્મીઓની સામુહિક બદલીનો હુકમ કરતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.

વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે એકા એક રાવપુરા પોલીસ સ્ટેશનના 84 કર્મીઓની સામુહિક બદલીનો હુકમ કરી દેતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ આજ રીતે તમામની કરી બદલી હતી.

વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વારંવાર વિવાદમાં આવતા વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે રાવપુરા પોલીસ સ્ટેશનના LRD થી લઇ ASI સુધીના 84 પોલીસ કર્મીઓની વિવિધ પોલીસ મથકોમા સામુહિક બદલી કરી દેવામાં આવી છે. તે સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી 87 કર્મીઓની રાવપુરા પોલીસ સ્ટેશનમાં બદલીના હુકમ કરી નિમણૂક કરવામાં આવી છે.

રાવપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને મુકવામાં આવ્યા છે. આમ કમિશનર દ્વારા એકા એકકરવામાં આવેલી કાર્યવાહીથી LRDથી લઇ ASI રેંકમાં આવતા પોલીસ કર્મીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.