આજનું રાશિફળ, 23 ડિસેમ્બર 2021 : આજના દિવસે બની રહ્યા છે વૈધૃતિ યોગ, આ રાશિ વાળાએ રાખવું પડશે ધ્યાન, આવી શકે છે ઓચિંતી સમસ્યા

રાશિફળ

વૃષીક રાશિ
આજે તમારા ગૃહસ્થ જીવનમાં મધુરતા રહેશે. આજે તમારી કોઈ યોજનાને પૂરી કરવા માટે યાત્રા કરવી પડશે તેનાથી તમારા આવકના સાધનોમાં વધારો થઇ શકે છે. જીવનસાથી સાથે કેટલાક મતભેદો ચાલી રહેલા હોય તો તે પુરા થવાથી તમે રાહત અનુભવશો. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં હશે. આજે બધી બાબતમાં તમને તમારા વડીલોનો સાથ મળતો રહેશે અને તેથી તમે સુરક્ષિત અનુભવશો.

ધન રાશિ
આજે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો તમારા કામ સમયસર પૂરા થતા જશે. આજે તમારું આરોગ્ય સારું રહેવાથી તમારી ચિંતા દૂર થશે. આજે તમારા જીવનમાં તમે સાચા પ્રેમનો અનુભવ કરશો. બહારના કોઈ વ્યક્તિ તમારા કામમાં તમારી મદદ કરી શકે છે. કોઈ મોટું કામ કરવાનું મન બનાવી શકો છો. પ્રેમ જીવન સુખમય રહેશે. આજે તમારા નજીકના લોકો તમારે ઘરે આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમે તમારા ભવિષ્ય માટેની કેટલીક યોજનાઓને ક્રિયાન્વિત કરી શકો છો.

મકર રાશિ
લગ્ન ન થયેલા હોય એ લોકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. તમારા અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થશે અને તમે મન લગાવીને અભ્યાસ કરી શકશો. તમારા મનમાં ઉત્સાહ બની રહેશે. જો તમે કોઈ ઓનલાઈન કોર્સ કરવા માટેની યોજના બનાવી રહ્યા હોય તો તેના માટે સમય ખૂબ જ સારો છે. ઘર પરિવાર તેમજ આડોશ-પાડોશમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ બને તો તમારે સકારાત્મક રહેવું. કેટલાક લોકોને આકસ્મિક ધન લાભ મળવાની સંભાવના રહેલી છે.

કુંભ રાશિ
આજે તમે પોતાની જાત ઉપર કાબૂ રાખવામાં સફળ રહેશો. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. પ્રેમી પ્રેમિકાને એકબીજાનો ભરપૂર સાથ મળશે. કોર્ટ કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેમાં સફળતા મળશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. આળસ છોડીને તમે એક પછી એક કામ કરતા રહેશો તો તમારા બધા કામો સમયસર પૂરા થતા જશે અને તમને અણદેખીતો લાભ પણ મળશે.

મીન રાશિ
આજે તમને કોઇ શુભ સમાચાર સાંભળવા મળશે. આજે તમારા પ્રિય વ્યક્તિઓ સાથે સમય પસાર કરી શકશો. ઓફિસમાં તમારા કોઈ કામમાં અટકેલા હોય તો તે પૂરા કરવાના પ્રયત્ન કરવા જેથી તમને ભવિષ્યમાં સારું પરિણામ મળશે. જો કોઈ કાગળિયાને લગતું કામ અટકેલું હોય તો આજે તે પૂરું થઈ શકે છે. આજે તમારા બધા કામમાં તમારા જીવનસાથીનો સાથ તમને મળતો રહેશે. આજે તમારા ઘરે નજીકના સંબંધીઓનું આગમન થવાથી તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.