નવા વર્ષના પેહલા જ દિવસે માઠા સમાચાર / વૈષ્ણોદેવી મંદિરમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ, જુઓ વિડિઓ ભાગદોડ મચતા 12 લોકોનાં મોત, અન્ય 14 ઘાયલ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી

નવા વર્ષની શરૂઆતમાં દુઃખદ બનાવ બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં માતા વૈષ્ણો દેવી(Vaishno Devi) મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત(12 deaths) થયા છે અને 14 અન્ય ઘાયલ થયા છે. ગેટ નંબર ત્રણ પાસે મંદિરના ગર્ભગૃહની બહાર નાસભાગ મચી હતી. માતા વૈષ્ણો દેવી મંદિર જમ્મુથી લગભગ 50 કિમી દૂર ત્રિકુટા પહાડીઓ પર આવેલું છે. ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રએ હેલ્પલાઈન નંબર (વૈષ્ણો દેવી ભવન સ્ટેમ્પેડ હેલ્પલાઈન નંબર) જારી કર્યા છે.

કહેવામાં આવ્યું હતું કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના હેલ્પલાઈન નંબર 01991-234804 અથવા 01991-234053 પર સંપર્ક કરી શકાય છે. ઉપરાંત, પીસીઆર કટરાના હેલ્પલાઈન નંબર – 01991232010 અથવા 9419145182 પીસીઆર રિયાસીના હેલ્પલાઈન નંબર – 0199145076 અથવા 9622856295 અને ડીસી ઓફિસ રિયાસી કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર – 45951987 અથવા 01951937 પર સંપર્ક કરી શકાય છે.

DGPએ કહ્યુ, શ્રધ્ધાળુઓ વચ્ચે વિવાદ થયો હતો
જમ્મુ-કાશ્મીરનાં DGP દિલબાગ સિંહે જણાવ્યું હતુ કે શ્રધ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો. તેમાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાંસ્થળે હાજર લોકોનું કહેવું છે કે લોકોની સુરક્ષા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. એક શ્રધ્ધાળુએ જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નીકળવા મોટેનો કોઈ રસ્તો પણ ન હતો.

ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકો યુપી, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના છે, એમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો.

PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં કહ્યું છે કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું.

કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને 2 લાખનું વળતર
વડાપ્રધાને રાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને વાતચીત કરી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, ‘આ દુઃખદ અકસ્માતથી હૃદય ખૂબ જ દુઃખી છે. મેં રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાત કરી છે. ઘાયલોને સારવાર આપવા માટે વહીવટીતંત્ર સતત કામ કરી રહ્યું છે. હું અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

નાસભાગની તપાસનો આદેશ:
લેફ્ટનન્ટ ગવર્નર સિંહાએ નાસભાગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલયે શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું, ‘શ્રી માતા વૈષ્ણો દેવી સ્થળ પર નાસભાગને કારણે લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

સિંહાએ કહ્યું, “માનનીય ગૃહમંત્રી અમિત શાહ જી સાથે વાત કરી. તેમને ઘટના વિશે જાણ કરી. આજની નાસભાગની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જમ્મુના અગ્ર સચિવ (ગૃહ)ની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં એડીજીપી, જમ્મુ અને વિભાગીય કમિશનર સભ્યો હશે.

લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું, ‘માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે વાત કરી. તેમને ઘટના વિશે જાણ કરી. વડાપ્રધાને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. નાસભાગમાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/01/61-vaishnodevi-stampedepunita_1641005458/mp4/v360.mp4 )

અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆતમાં મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. શ્રાઈન બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું કે નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા અને મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે કટરા બેઝ કેમ્પની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. 13 વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી મોટાભાગના માતા વૈષ્ણો દેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, અધિકારીઓએ જણાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.